Ganesh Chaturthi:પુણેના દગડૂશેઠ પંડાલમાં 35000 મહિલાઓએ સાથે કર્યો અથર્વશીર્ષ પાઠ

20 September, 2023 03:46 PM IST  |  Pune | Gujarati Mid-day Online Correspondent

અથર્વશીર્ષ સંસ્કૃતમાં રચાયેલ એક ઉપનિષદ છે, જે ભગવાન ગણેશને સમર્પિત છે. આ પાઠ દરમિયાન બધી મહિલાઓ પારંપરિક કપડાં પહેરીને દગડૂશેઠ ગણપતિ પંડાલ સામે એકઠી થઈ અને `અથર્વશીર્ષ`ના જાપ કર્યા.

તસવીર સૌજન્ય : મિડ-ડે

 

અથર્વશીર્ષ સંસ્કૃતમાં રચાયેલ એક ઉપનિષદ છે, જે ભગવાન ગણેશને સમર્પિત છે. આ પાઠ દરમિયાન બધી મહિલાઓ પારંપરિક કપડાં પહેરીને દગડૂશેઠ ગણપતિ પંડાલ સામે એકઠી થઈ અને `અથર્વશીર્ષ`ના જાપ કર્યા.

મહારાષ્ટ્રમાં ગણેશ ચતુર્થીના અવસરે પુણેમાં પ્રસિદ્ધ દગડૂશેઠ ગણપતિ પંડાલમાં 35000થી વધુ મહિલાઓએ `અથર્વશીર્ષ`ના પાઠ કર્યા. શ્રીમંત દગડૂશેઠ હલવાઈ સાર્વજનિક ગણપતિ ટ્રસ્ટે જણાવ્યું કે આ તેમના ગણેશોત્સવ સમારોહમાં અથર્વશીર્ષના વાર્ષિક પાઠનો 36મો વર્ષ છે.

અથર્વશીર્ષ સંસ્કૃતમાં રચાયેલ એક ઉપનિષદ છે, જે ભગવાન ગણેશને સમર્પિત છે. આ પાઠ દરમિયાન દરેક મહિલાઓએ પારંપરિક વસ્ત્રો ધારણ કરીને દગડૂશેઠ ગણપતિ પંડાલ સામે એકઠી થઈ અને `અથર્વશીર્ષ`ના જાપ કર્યા. આ વર્ષે પંડાલની થીમ અયોધ્યાના રામ મંદિર પર રાખવામાં આવી હતી. આરએસએસના પ્રમુખ મોહન ભાગવતે મંગળવારે ગણેશ ચતુર્થીના પહેલા દિવસે પ્રસિદ્ધ પંડાલમાં ખાસ પૂજા કરી.

પંડાલ વિરુદ્ધ નોટિસ જાહેર
એક અન્ય મામલેમાં મહારાષ્ટ્ર પોલીસે થાણે જિલ્લાના ગણેશ પંડાલના વિરુદ્ધ નોટિસ જાહેર કરી છે. હકીકતે, પંડાલની સજાવટ ગયા વર્ષે શિવસેનામાં થયેલા વિભાજન પર કરવામાં આવી. કલ્યાણના શિવસેના (યૂબીટી)ના નિયંત્રણવાળા વિજય તરુણ મંડળના એક પદાધિકારી પ્રમાણે, આ વર્ષે પંડાળની થીમ `લોકતંત્ર જોખમમાં છે` પર રાખવામાં આવી હતી.

ગયા વર્ષે પોલીસે શિવસેના વિભાજનવાળી સજાવટની સામગ્રી જપ્ત કરીને મંડળ વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. જો કે બૉમ્બે હાઈકૉર્ટમાં મંડળે પોલીસે કરેલી કાર્યવાહીને પડકાર આપ્યો હતો, જેના પછી કેસ રફા-દફા થઈ ગયો હતો. મંડળ વિરુદ્ધ આ કાર્યવાહીમાં જાહેર નોટિસમાં કહેવામાં આવ્યું, જો ગણેશ ચતુર્થીની સજાવટમાં કોઈપણ બે જૂથ વચ્ચે વિવાદ ઉત્પન્ન કરવાના પ્રયત્ન કરવામાં આવે છે તો તેના વિરુદ્ધ પોલીસ કાર્યવાહી કરવામાં આવશે.

કલ્યાણ શિવ સેના (યૂબીટી)ના પ્રમુખ વિજય સાલ્વીએ કહ્યું, આ વર્ષે અમે 60મો ગણેશોત્સવ ઉજવી રહ્યા છે અને આ વર્ષની થીમ `લોકતંત્ર જોખમમાં છે` રાખવામાં આવી છે. સેનાના નેતાએ કહ્યું તેમણે બે અઠવાડિયા પહેલા જ પોલીસે પંડાલની સજાવટની માહિતી આપી દેવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે અથર્વશીર્ષનો પાઠ કરવાનું એક આગવું મહત્વ છે. અથર્વશીર્ષ ઉપનિષદનો પાઠ કરવાથી જીવનના કષ્ટમાંથી મુક્તિ મળી જાય છે. દરેક મુશ્કેલીમાંથી છૂટકારો મળે છે. જીવનમાં બગડેલા કામ બને છે. ગણપતિ અથર્વશીર્ષનો પાઠ ખૂબ જ કલ્યાણકારી માનવામાં આવે છે. 

તમને જણાવી દઈએ કે માતા પાર્વતીના લાલ ગણપતિનો જન્મ ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ થયો હતો. તે દિવસે સ્વાતિ નક્ષત્ર અને અભિજિત મુહૂર્તમાં ગણપતિનો જન્મ થયો હતો. આ જ સંયોગ 19 સપ્ટેમ્બર 2023ના રોજ ગણેશ ચતુર્થી પર બની રહ્યો છે. આ શુભ અવસર પર આ વર્ષે ગણેશ ઉત્સવમાં ભક્તોને બાપ્પાના વિશેષ આશીર્વાદ મળશે.

pune news pune ganesh chaturthi