Ganesh Chaturthi 2023 see Viral Post: Indigoએ શૅર કરી બાપ્પાની આકર્ષક તસવીરો

20 September, 2023 05:44 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Ganesh Chaturthi 2023 see Viral Post: 19 સપ્ટેમ્બરથી ગણેશ ચતુર્થીની શરૂઆત થઈ ગઈ છે. 10 દિવસના આ તહેવારને આખા દેશમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ અવસરે ઈંડિગો ઍરલાઈને એક તસવીર શૅર કરી છે, જે જોવા જેવી છે. (Lord Ganesh Viral Image)

તસવીર સૌજન્ય-ઈન્સ્ટાગ્રામ

Ganesh Chaturthi 2023 see Viral Post: 19 સપ્ટેમ્બરથી ગણેશ ચતુર્થીની શરૂઆત થઈ ગઈ છે. 10 દિવસના આ તહેવારને આખા દેશમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ અવસરે ઈંડિગો ઍરલાઈને એક તસવીર શૅર કરી છે, જે લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહી છે. 

Ganesh Chaturthi 2023 see Viral Post: ગણેશોત્સવની શરૂઆત થઈ ગઈ છે. પહેલા દિવસે અલગ-અલગ શહેરોમાં બાપ્પાનું જબરજસ્ત સ્વાગત કરવામાં આવ્યું. ક્યાંક ચંદ્રયાન-3 થીમ પર પંડાલ શણગારવામાં આવ્યા તો ક્યાંક બિસ્કિટથી પ્રતિમા બનાવવામાં આવી. આ રીતે સોશિયલ મીડિયા પર એક ઈન્ડિગો ઍરલાઈન્સની પોસ્ટે બધાનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું છે. કારણકે આ પોસ્ટમાં જે ક્રિએટિવિટી છે તે સ્પષ્ટ દેખાઈ રહી છે. આર્ટિસ્ટે બાપ્પાની એટલી સુંદર મુર્તિ બનાવી છે જેને જોઈને તમને ધ્યાન ખસેડવાનું જ મન નહીં થાય. આની દરેક ડિટેલિંગ પણ જબરજસ્ત છે.

બાપ્પાનું હોમ કમિંગ!
વાયરલ પોસ્ટને ઈન્સ્ટાગ્રામ પર (indigo.6e) નામના અકાઉન્ટ પરથી પોસ્ટ કરવામાં આવી છે. કૅપ્શનમાં લખ્યું છે- બાપ્પા ઘરે પાછા આવતી વખતે! 19 સપ્ટેમ્બરના રોજ શૅર કરવામાં આવેલી પોસ્ટ વાયરલ થઈ રહી છે. આમાં ફ્લાઈટની સીટ પર ગણપતિ બાપ્પા બિરાજમાન છે. તેમને વિન્ડો સીટ પર બેસાડવામાં આવ્યા છે. સાથે જ તેમની સામે સુંદર થાળ સજાવીને રાખવામાં આવ્યા છે, જેમાં મોદક, લાડવા રાખવામાં આવ્યા છે. સાથે જ બાપ્પાના હાથમાં પણ એક મોદક મૂકવામાં આવ્યું છે. આ AI તસવીર ખરેખર ખૂબ જ સુંદર દેખાય છે. 

બાપ્પા મોરયા...
Ganesh Chaturthi 2023 see Viral Postને 12 લાખથી વધુ લાઇક્સ મળી ચૂકી છે. યૂઝર્સ કમેન્ટ દ્વારા પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એકે કોમેન્ટ કરી- ખૂબ જ ક્યૂટ. બીજાએ લખ્યું બાપ્પા મોરયા. તો, ત્રીજાએ લખ્યું- સુંદર એડિટ છે. કુલ મળીને લોકોને ઇંડિગો તરફથી શૅર કરવામાં આવેલી આ તસવીર ખૂબ જ લોકપ્રિય થઈ રહી છે. મોટાભાગના લોકો આ પોસ્ટના વખાણ કરી રહ્યા છે. ત્યારે કેટલાક લોકોએ મસ્તી કરતા ઍરલાઈન્સ પર કટાક્ષ પણ કર્યો છે. 

ઉલ્લેખનીય છે કે, ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી શરૂ થઈ ગઈ છે. વિવિધ પંડાલો અને ઘરોમાં સરસ ડેકોરેશન કરવામાં આવ્યા છે. જુદી-જુદી થીમ પર બેઝ્ડ ડેકોરેશન જોવા લોકોની મેદની ઉમટી પડતી હોય છે. આજે એવા જ એક અનોખા ડેકોરેશનની વાત કરવી છે. મુંબઈમાં આવેલ સાન્તાક્રુઝમાં રહેતાં લોહર સુથાર સમાજના દિપક મકવાણાએ પોતાના ઘરમાં જ વંદે ભારત ટ્રેનની થીમ પર ડેકોરેશન તૈયાર કર્યું છે. દિપક ભાઈ પોતે ઇન્ટિરિયર ડિઝાઇનર છે. દિપક મકવાણાએ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે પોતાના આ ડેકોરેશન દરમ્યાનની રોચક વાતો શૅર કરી હતી.

સાન્તાક્રુઝમાં રહેતા દિપક મકવાણા છેલ્લા 32 વર્ષથી અવનવા ડેકોરેશન કરે છે. અગાઉ તેઓએ બાંદ્રા વરલી સી લિંક, T2 ઇન્ટરનેશનલ ટર્મિનલ, મુંબઈ મેટ્રો, સ્ટેચ્યુ ઑફ યુનિટી, શિવાજી મહારાજ મેમોરિયલ, કોસ્ટલ રોડ પ્રોજેક્ટ, કોવિડ વેક્સિન પ્રોજેક્ટ, શ્રી રામ મંદિર જેવી વિવિધ થીમ પર ડેકોરેશન બનાવ્યા છે. આ વર્ષે તેઓએ પગતિશીલ ભારતની સાક્ષી પૂરતા વંદે ભારત ટ્રેનની ઝાંખી પોતાના ઘરમાં ઊભી કરી છે.

ganesh chaturthi festivals indigo mumbai news mumbai national news