સંસ્થાના ભૂતપૂર્વ ડિરેક્ટર સામે ૧.૫૦ કરોડની ચીટિંગની ફરિયાદ નોંધવામાં આવી

12 February, 2024 07:20 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ડૉ. ભાસ્કર ભંડારકર સામે પોલીસે તેમના ૨૦૦૮થી ૨૦૧૮ સુધીના કાર્યકાળ દરમ્યાન ૧.૫૦ કરોડ રૂપિયાની ચીટિંગ, ગુનાહિત વિશ્વાસઘાત, છેતરપિંડી કરવાની ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે

પ્રતીકાત્મક તસવીર

નવી મુંબઈ સ્થિત ઇન્ડિયન ઇ​ન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડસ્ટ્રિયલ એન્જિનિયરિંગના ભૂતપૂર્વ ચૅરમૅન અને ડિરેક્ટર ડૉ. ભાસ્કર ભંડારકર સામે પોલીસે તેમના ૨૦૦૮થી ૨૦૧૮ સુધીના કાર્યકાળ દરમ્યાન ૧.૫૦ કરોડ રૂપિયાની ચીટિંગ, ગુનાહિત વિશ્વાસઘાત, છેતરપિંડી કરવાની ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. તેમના પર ફ્લૅટના રિનોવેશન માટે ખોટાં બિલ રજૂ કરવા ઉપરાંત લૅપટૉપ અને મોબાઇલ ચોરી કરવાનો આરોપ છે.

ડૉ. ભાસ્કર ભંડારકર સામે સીબીડી પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલી ફરિયાદમાં જણાવાયું છે કે તેમની સામે ૧.૫૦ કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાનો આરોપ છે. તેઓ ૨૦૦૮થી ૨૦૧૮ દરમ્યાન ચૅરમૅન અને ડિરેક્ટરપદે હતા ત્યારે તેમણે સંસ્થાના ફ્લૅટનું રિનોવેશન કરવા માટે ખોટાં ​બિલ રજૂ કર્યાં હતાં. તેમની સામે સંસ્થાનું લૅપટૉપ, મોબાઇલ અને મહત્ત્વની ફાઇલો ગાયબ કરવાનો પણ આરોપ છે. 

navi mumbai Crime News mumbai crime news mumbai police mumbai mumbai news