28 February, 2022 12:11 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિનોદ કાંબળી
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર વિનોદ કાંબળીએ બાંદરામાં આવેલી તેની રહેણાક સોસાયટીના ગેટ સાથે રવિવારે બપોરે કાર ટકરાવતાં તેની ધરપકડ કરાઈ હતી. આ વિશે પોલીસ-અધિકારીએ જણાવ્યું હતું કે ‘કાંબળીએ કાર ટકરાવ્યા બાદ સંકુલના વૉચમૅન અને સોસાયટીના અન્ય રહીશો સાથે દલીલબાજી કરી હોવાથી તેની ધરપકડ કરાઈ હતી. પછીથી તેને જામીન પર છોડ્યો હતો.’