13 February, 2024 08:50 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ પોલીસે એક મલ્ટિનૅશનલ બૅન્કના ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવની સ્ટૉકમાં રોકાણ કરવાની લાલચ આપીને ૮૫ વર્ષના ગ્રાહકના ખાતામાંથી ૯.૪ કરોડ ઉપાડવા બદલ ધરપકડ કરી છે. ગામદેવી પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘ભૂતપૂર્વ સિનિયર રિલેશનશિપ મૅનેજર રવિ શર્મા (૪૦)ની શનિવારે ધરપકડ કરવામાં આવી હતી. શર્માને સિનિયર સિટિઝનને રોકાણ પર માર્ગદર્શન આપવાનું કામ સોંપવામાં આવ્યું હતું. આરોપીએ ફરિયાદીના પિતાને સ્ટોકમાં રોકાણ કરવા સમજાવીને કથિત રીતે છેતરપિંડી કરી હતી અને ૨૦૧૯ અને ૨૦૨૩ની વચ્ચે તેમના બૅન્ક ખાતામાંથી ૯.૪ કરોડ ઉપાડી લીધા હતા. શર્માએ ફૉર્મ અને ચેક પર વિક્ટિમની સહીઓ લીધી અને બૅન્કમાં નોંધાયેલા સેલ ફોન-નંબર્સ પણ બદલ્યા. ફરિયાદકર્તાએ અમુક પૈસા ઉપાડવા માટે બૅન્કની મુલાકાત લીધા બાદ આ મહિનાની શરૂઆતમાં ફ્રૉડનો ખ્યાલ આવ્યો હતો. આરોપી વિરુદ્ધ ભારતીય દંડસંહિતાની કલમ ૪૨૦ (ફ્રૉડ) અને અન્ય સંબંધિત જોગવાઈઓ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.