કુંડલિકા નદીમાં પૂર આવવાથી રાયગડ જિલ્લાના રોહામાં ઘરોમાં પાણી ઘૂસ્યાં

26 July, 2024 11:15 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાયગડ જિલ્લાના રોહામાં બુધવારથી જ ભારે વરસાદ થવાથી અહીંની કુંડલિકા નદીમાં ગઈ કાલે સવારના પૂર આવ્યું હતું.

રોહા

રાયગડ જિલ્લાના રોહામાં બુધવારથી જ ભારે વરસાદ થવાથી અહીંની કુંડલિકા નદીમાં ગઈ કાલે સવારના પૂર આવ્યું હતું. રાતના સમયે નદીમાં જોખમી સ્તરની ઉપરથી પાણી વહેવા લાગતાં સ્થાનિક નગરપાલિકાએ ચેતવણીની ત્રણ વખત સાયરન વગાડી હતી. દિવસની શરૂઆત થયા પહેલાં જ અહીંના રોધ બુદ્રુક, વરાસે, અષ્ટમી કોલીવાડા સહિતનાં ઘરોમાં પહેલાં ઘૂંટણ સુધી અને બાદમાં કમર સુધી પાણી ભરાઈ ગયાં હતાં. આથી લોકો ઉપરના ભાગમાં કે સલામત સ્થળે જતા રહ્યા હતા. નીચાણવાળા ભાગના રસ્તાઓમાં પણ પાણી ફરી વળતાં સ્થાનિક પોલીસ અને પ્રશાસને લોકોને કારણ વગર ઘરની બહાર ન નીકળવાની ચેતવણી જાહેર કરી હતી. 

mumbai news mumbai raigad monsoon news mumbai monsoon mumbai rains