ભુલેશ્વરમાંથી ૧.૩૨ કરોડની રોકડ સાથે પાંચ ઝડપાયા

28 October, 2024 07:16 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પાંચ જણને ભુલેશ્વરના ભોઈવાડામાંથી ઝડપી વી.પી. રોડ પોલીસ-સ્ટેશન લાવવામાં આવ્યા હતા

પ્રતીકાત્મક તસવીર

વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે‌ અને એથી હાલ આચાર​સંહિતા લાગુ કરાઈ છે ત્યારે ભુલેશ્વરમાંથી પાંચ જણ ૧.૩૨ કરોડની રોકડ સાથે ઝડપાયા હતા. પોલીસને માહિતી મળી હતી કે કેટલાક લોકો રોકડ સાથે આવવાના છે એથી વૉચ ગોઠવવામાં આવી હતી સાથે જ ઇલેક્શન કમિશનની ફ્લાઇંગ સ્ક્વૉડ પણ હતી. એ પાંચ જણને ભુલેશ્વરના ભોઈવાડામાંથી ઝડપી વી.પી. રોડ પોલીસ-સ્ટેશન લાવવામાં આવ્યા હતા. તેમની પાસેની‌ બૅગ ખોલી ચેક કરાઈ હતી જેમાંથી એ રોકડ મળી આવી હતી. એ કાર્યવાહી કરતી વખતે એનો પોલીસે વિડિયો ઉતાર્યો હતો.  

mumbai news mumbai assembly elections maharashtra assembly election 2024 Crime News mumbai crime news mumbai police