25 February, 2023 08:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બીએમસી ઓફિસ
મુંબઈ (પી.ટી.આઇ.) : મરીન ડ્રાઇવથી વરલી સુધીનો મુંબઈ કોસ્ટલ રોડનો પહેલો તબક્કો નવેમ્બર ૨૦૨૩ સુધીમાં પૂરો થવાની અપેક્ષા હોવાનું જણાવતાં ગઈ કાલે બીએમસીના એક વરિષ્ઠ અધિકારીએ ઉમેર્યું હતું કે બીએમસી દ્વારા બાંધવામાં આવી રહેલા આ પ્રોજેક્ટનો કુલ અંદાજિત ખર્ચ ૧૨,૭૨૧ કરોડ રૂપિયા છે.
મરીન ડ્રાઇવથી વરલી સુધીના ૧૦.૫૮ કિલોમીટરના મુંબઈ કોસ્ટલ રોડના પહેલા તબક્કાના પટ્ટાનું ૭૧ ટકા કામ પૂરું થઈ ગયું છે તથા બાકીનું કામ નવેમ્બર ૨૦૨૩ સુધીમાં પૂરું થવાની અપેક્ષા હોવાનું બીએમસીના ચીફ એન્જિનિયર એમ. એમ. સ્વામીએ પત્રકારોને જણાવ્યું હતું.
ઑક્ટોબર ૨૦૧૮માં શરૂ કરાયેલા આ પ્રોજેક્ટમાં ટનલ બોરિંગનું ૯૧ ટકા કામ પૂરું થઈ ગયું છે. રેક્લેમેશનનું ૯૩ ટકા, રિટેઇનિંગ વૉલનું ૭૯ ટકા, ઇન્ટરચેન્જિસનું ૩૬ ટકા અને બ્રિજનું ૩૨ ટકા કામ પૂરું છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું. આ કોસ્ટલ રોડ તૈયાર થતાં મરીન લાઇન્સ અને સાઉથ મુંબઈ વચ્ચેના પ્રવાસનો સમય ૭૦ ટકા
જેટલો ઘટી જશે તથા ઈંધણનો
વપરાશ ૩૪ ટકા ઘટશે તેમ જ ધ્વનિ અને હવાના પ્રદૂષણમાં પણ ઘટાડો નોંધાશે.