22 November, 2022 10:05 AM IST | Mumbai | Bakulesh Trivedi
ડબલ ડેકર બસ
મુંબઈની લાઇફ-લાઇન ગણાતી લોકલ ટ્રેન બાદ સૌથી વધુ જે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ થાય છે એ બેસ્ટની બસના કાફલામાં ત્રણ મહિના પહેલા વાજતે-ગાજતે ઈવી ડબલ ડેકર બસને સામેલ કરાઈ હતી. જોકે હકીકત એ છે કે એ બસ હજી પણ ડેપોની બહાર નીકળી શકી નથી. એ પહેલી ઈવી ડબલ ડેકર બસ હોવાથી એના માટેની કેટલીક ટેક્નિકલ મંજૂરીઓ લેવાની બાકી હોવાથી એને રોડ પર કાઢી શકાઈ નથી.
આ બાબતે માહિતી આપતાં બેસ્ટના પ્રવક્તા મનોજ વરાડેએ ‘મિડ-ડે’ ને કહ્યું હતું કે ‘એ ડબલ ડેકર બસ માટે કેટલીક ટેક્નિકલ પરવાનગીઓ સરકાર પાસેથી લેવી જરૂરી છે જે હજી સુધી બાકી છે. એથી એ ઈવી ડેબલ ડેકર બસ હજી સુધી ચાલુ કરી શકાઈ નથી. એનું ઉદ્ઘાટન તો થઈ ગયું, પણ એ લોકોને માટે સર્વિસમાં મૂકી શકાઈ નથી. અમને પણ થાય છે કે એ વહેલી તકે સર્વિસમાં મુકાવી જોઈએ.’