માહિમમાં લાગી મોટી આગ, સદ્નસીબે જાનહાનિ નહીં; રાહતકાર્ય ચાલુ

07 October, 2024 10:12 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Fire in Mahim: મુંબઈ ફાયર બ્રિગેડના અધિકારીઓના જણાવ્યા અનુસાર, માહિમની બિલ્ડિંગમાં ચોથે માળે આગ લાગી હતી

વીડિયોમાંથી લીધેલા સ્ક્રિનશૉટ્સ

મુંબઈ (Mumbai)ના માહિમ (Mahim) વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટ કોમ્પ્લેક્સમાં સોમવારે સવારે આગ (Fire in Mahim) ફાટી નીકળી હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. મુંબઈ ફાયર બ્રિગેડ (Mumbai Fire Brigade)એ જનાવ્યું હતું કે, આગ લાગવાની આ દુર્ઘટનામાં હજી સુધી કોઈ ઈજાના અહેવાલ નથી. અધિકારીઓએ જણાવ્યું કે, આગની જાણ સૌપ્રથમ સોમવારે સવારે ૭.૫૪ કલાકે થઈ હતી અને તે સવારે ૮.૧૦ કલાકે ઓલવાઈ ગઈ હતી.

મુંબઈ ફાયર બ્રિગેડના અધિકારીઓએ જણાવ્યું હતું કે, આજે સવારે માહિમમાં એક એપાર્ટમેન્ટ કોમ્પ્લેક્સમાં આગ લાગી હતી. આગ ગ્રાઉન્ડ+૧૧ માળની રહેણાંક ઇમારતના ચોથા માળે એક ફ્લેટમાં ફાટી નીકળી હતી.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, માહિમની બિલ્ડિંગના ફ્લેટમાં લાગેલી આગ ઇલેક્ટ્રિક વાયરિંગ, ઇલેક્ટ્રિક ઇન્સ્ટોલેશન, એસી યુનિટ અને બેડરૂમમાં ઘરની વસ્તુઓ સુધી મર્યાદિત હતી. જો કે આગ લાગવાનું કારણ હજી સુધી જાણી શકાયું નથી.

ફાયર બ્રિગેડને આગ લાગવાની માહિતી મળ્યા પછી તરત જ, પાંચ ફાયર ટેન્કરો દુર્ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા, જેમણે આગ ઓલવવાની કામગિરી શરુ કરી દીધી હતી. સવારે ૭.૫૪ કલાકે ફાયર બ્રિગેડને આગ લાગવાની જાણ થઈ હતી અને સવારે ૮.૧૦ કલાકે આગ ઓલવાઈ ગઈ હતી. સદ્નસીબે આ દુર્ઘટનામાં જાનહાનિ થઈ નથી.

ચેમ્બુરમાં લાગેલી આગમાં સાતના મોત

આ પહેલા રવિવારે પણ મહારાષ્ટ્ર (Maharashtra)ના મુંબઈમાં ચેમ્બુર (Chembur) વિસ્તારમાં એક ઈમારતમાં આગ ફાટી નીકળતાં લોકો દાઝી ગયા હતા. સિદ્ધાર્થ કોલોનીમાં ગ્રાઉન્ડ પ્લસ બે માળના સ્ટ્રક્ચરમાં સવારે પાંચ વાગ્યે આગ લાગી હતી. આ આગમાં સાત લોકોનાં મોત થયા હતા. મૃતકોમાં ઉપરના માળે રહેતા ત્રણ બાળકો અને એક જ પરિવારના પાંચ સભ્યોનો સમાવેશ થાય છે.

આગ મીટર બોક્સને પકડી અને પછી ટૂંક સમયમાં બિલ્ડિંગના અન્ય ભાગોમાં ફેલાઈ ગઈ. ફાયર અધિકારીએ જણાવ્યું હતું કે, આગ ગ્રાઉન્ડ ફ્લોર પરની દુકાનમાં ઇલેક્ટ્રિક વાયરિંગ અને ઇન્સ્ટોલેશન સુધી સીમિત હતી અને ઉપરના માળ સુધી ફેલાઈ હતી. તેણે એમ પણ ઉમેર્યું હતું કે તે આગ `લેવલ-વન` આગ હતી.

ઘટનાની વિગતો મળતાં, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે (Eknath Shinde)એ મૃતકના પરિવારજનોને પાંચ લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયા રકમની જાહેરાત કરી હતી. તેમણે અધિકારીઓને ઘાયલોને યોગ્ય સારવાર સુનિશ્ચિત કરવા પણ નિર્દેશ આપ્યો હતો.

શનિવારે શિવડી ઔદ્યોગિક વિસ્તારમાં આગ લાગી હતી

શનિવારે રાત્રે મુંબઈમાં આવેલા શિવડી (Sewri)ના ઔદ્યોગિક વિસ્તારમાં આગ લાગી હતી. આગ શનિવારે રાત્રે ૧૦.૨૧ કલાકે લાગી હતી. શિવડીમાં ભારત ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ (Bharat Industrial Estate)માં લાગેલી આગને `લેવલ- ટુ`ની આગ કહેવામાંમાં આવી હતી, જે દર્શાવે છે કે તે આગ મોટી હતી. બિલ્ડિંગની ત્રીજી માળે આવેલી બે દુકાનોમાં આગ લાગી હતી. રવિવારે સવારે ૧.૫૭ કલાકે આગને સફળતાપૂર્વક કાબુમાં લેવામાં આવી હતી. આગનું કારણ હજી સુધી જાણી શકાયું નથી.

mahim fire incident mumbai fire brigade mumbai mumbai news