15 May, 2023 12:57 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
દેશની આર્થિક રાજધાની મુંબઈ(Mumbai) માં અવાર-નવાર આગની ઘટનાઓ સામે આવતી રહેતી હોય છે. આજે એટલે કે સોમવારે મુંબઈના ખાર (Khar Fire Incident)માં ખારદાંડા વિસ્તારમાં ગેસ સિલિન્ડર લીકેજને કારણે ફાટી નીકળેલી આગમાં બે સગીર સહિત છ લોકો ઘાયલ થયા હતા, BMC અધિકારીઓએ જણાવ્યું હતું.
અધિકારીના જણાવ્યા અનુસાર, મુંબઈ ફાયર બ્રિગેડ (MFB) દ્વારા સવારે 8.45 વાગ્યે આ ઘટનાની જાણ કરવામાં આવી હતી.
"લગભગ છ લોકો ઘાયલ થયા છે અને તેમને સારવાર માટે ભાભા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તમામને ICU વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેઓને ગંભીર ઇજાઓ થઈ છે. પ્રાથમિક તારણ મુજબ, ગેસ લીક થવાને કારણે આગ લાગી હતી.
આ પણ વાંચો: Maharashtra:અકોલા બાદ અહમદનગરમાં હિંસા ફાટી, ધાર્મિક જુલૂસ પર પથ્થરમારો
ઘાયલ લોકોની ઓળખ સખુબાઈ જયસ્વાલ (65), પ્રિયંકા જયસ્વાલ (26), નિકિતા મંડલિક (26), સુનીલ જયસ્વાલ (29), યશા ચવ્હાણ (07) અને પ્રથમ જયસ્વાલ (06) તરીકે થઈ છે. તમામ દર્દીઓ સારવાર હેઠળ છે.
નોંધનીય છે કે મુંબઈમાં અનેક વાર આગની ઘટનાઓ બની છે. આજે ખારમાં ગેસ લીકેજથી આગ લાગી હતી, જેમાં બે બાળકો સહિત છ લોકોને ઈજા પહોંચી છે. આ પહેલા સાઉથ મુંબઈ (South Mumbai)માં દુકાનોમાં ભીષણ આગ લાગી હતી તો બીજી બાજુ દક્ષિણ મુંબઈના ભાયખલા (Byculla Fire)વિસ્તારમાં એક રેસ્ટોરન્ટમાં પણ આગ ફાટી નીકળી હતી.
ભાયખલા આગ ઘટનામાં અધિકારીઓએ સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું હતું કે બુધવારે રાત્રે બનેલી આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. ક્લેર રોડ પર આવેલી રેસ્ટોરન્ટની ચીમનીમાં આગ ફાટી નીકળી હતી. આગ લાગતાં જ હાજર લોકોમાં અફરાતફરી મચી હતી.