મુલુંડના કમર્શિયલ કૉમ્પ્લેક્સની ઑફિસના ACમાં શૉર્ટ સર્કિટ થવાથી લાગી આગ

27 March, 2024 11:04 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફાયરબ્રિગેડે એક કલાકમાં આગ પર કાબૂ મેળવી લીધો, પણ લોકોએ બેથી ત્રણ દિવસ વીજળી વગર રહેવું પડશે

ઍવિયર કૉર્પોરેટ પાર્કની બહાર ઊભેલી ફાયરબ્રિગેડ

મુલુંડ-વેસ્ટમાં લાલ બહાદુર શાસ્ત્રી (LBS) રોડ પર આવેલા ઍવિયર કૉર્પોરેટ પાર્કના છઠ્ઠા માળે ૬૨૫ નંબરની ઑફિસમાં ગઈ કાલે સવારે સાડાનવ વાગ્યે ​સ્પ્લિટ ઍર-કન્ડિશનર (AC)માં શૉર્ટ સર્કિટ થતાં આગ લાગી હતી. જોકે આગ લાગ્યા પછી મોટા પ્રમાણમાં ધુમાડો ફેલાઈ જતાં મુલુંડ ફાયરબ્રિગેડનાં આશરે પાંચ ફાયર-એન્જિને ઘટનાસ્થળે આવીને એક કલાકમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો. એ દરમ્યાન આખા કૉર્પોરેટ પાર્કનો વીજપુરવઠો ફાયર વિભાગ દ્વારા ખંડિત કરવામાં આવ્યો છે અને આવતા બેથી ત્રણ દિવસ વીજળીનું જોડાણ નહીં કરવામાં આવે એવી માહિતી ફાયર અધિકારીઓએ આપી છે. 

છઠ્ઠા માળે આવેલી આ ઑફિસમાં આગ લાગી હતી

ઍવિયર કૉર્પોરેટ પાર્કના છઠ્ઠા માળે ઑફિસ ધરાવતા હિતેશ સલોતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલે આગની ઘટના પછી અમારી ઑફિસોમાં ધુમાડો જતાં બે કલાક ઑફિસના દરવાજા ખુલ્લા રાખવા માટે અમને કહેવામાં આવ્યું હતું. જોકે ઇલેક્ટ્રિકનો પાવર કાપી નાખવામાં આવ્યો હોવાથી કોઈ કામ થઈ શક્યું નહોતું.’

fire incident mulund mumbai mumbai news