ચેમ્બુરના એક મંદિરમાં આગ ફાટી નીકળી, જાણો સંપૂર્ણ માહિતી

19 October, 2024 08:10 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Fire at Chembur Temple:

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

શનિવારે બપોરે મુંબઈના ચેમ્બુરમાં એક મંદિરમાં આગ (Fire at Chembur Temple) લાગવાની ઘટના બની હતી. આ ઘટનામાં કોઈ મોટું નુકસાન થયું નથી એવી માહિતી સામે આવી રહી છે. એક સરકારી અધિકારીઓએ જણાવ્યું કે શનિવારે મુંબઈના ચેમ્બુર વિસ્તારમાં એક મંદિરમાં આગ લાગી હતી. મુંબઈમાં ચેમ્બુર કેમ્પ વિસ્તારમાં સંતોષી માતાના મંદિરમાં આ આગ ફાટી નીકળી હતી, એમ એક અધિકારીએ જણાવ્યું હતું. આ ઘટના અંગે પીટીઆઈએ શનિવારે અહેવાલ આપ્યો હતો.

પીટીઆઈના અહેવાલ મુજબ આગમાં કોઈને ઈજા થઈ ન હોવાનું જાણવા મળ્યું હતું. મુંબઈ ફાયર બ્રિગેડના (Fire at Chembur Temple) એક અધિકારીએ પીટીઆઈને જણાવ્યું હતું કે આગ લગભગ 2:32 વાગ્યે ફાટી નીકળ્યા પછી દસ મિનિટમાં કાબુમાં આવી ગઈ હતી. એક ફાયર એન્જિન અને પાણીનું ટેન્કર આગ ઓલવવામાં સામેલ હતા, પણ આગનું કારણ તાત્કાલિક જાણી શકાયું નથી, એમ અધિકારીએ જણાવ્યું હતું.

મહારાષ્ટ્રના પુણેમાં નવીપેઠની લાઇબ્રેરીમાં આગની ઘટના

દરમિયાન, મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં પણ બીજી એક અન્ય ઘટનામાં, ગુરુવારે સવારે પુણેના નવીપેઠ વિસ્તારમાં એક પુસ્તકાલયમાં આગ ફાટી નીકળી હતી, એવો એએનઆઈએ અહેવાલ આપ્યો હતો. પુણે સિટી ફાયર વિભાગને આગની જાણ થતાં જ ચાર ફાયર બ્રિગેડ (Fire at Chembur Temple) અને બે પાણીના ટેન્કર ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગ પર કાબૂ મેળવ્યો હતો, એમ પુણે સિટી ફાયર વિભાગના અધિકારીઓએ એએનઆઈને જણાવ્યું હતું. એક અધિકારીએ જણાવ્યું કે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજાના અહેવાલ નથી, પરંતુ આગના કારણની હજુ તપાસ થઈ શકી નથી.

અધિકારીઓના જણાવ્યાં અનુસાર, આગ શનિવારે (Fire at Chembur Temple) સવારે લગભગ 6.30 વાગ્યે શરૂ થઈ હતી. એક અધિકારીએ જણાવ્યું કે આગમાં ફર્નિચર, કોમ્પ્યુટર અને પુસ્તકો સહિત લગભગ આખી લાઈબ્રેરી બળીને ખાખ થઈ ગઈ હતી. "લાઈબ્રેરીમાં સવારે 6:30 વાગ્યે આગ લાગી હતી. અમે 4 ફાયર બ્રિગેડ અને 2 પાણીના ટેન્કરનો ઉપયોગ કરીને આગને કાબૂમાં લીધી હતી. કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી. આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. લાઈબ્રેરી ફર્નિચર સહિત બળીને ખાખ થઈ ગઈ છે. કોમ્પ્યુટર અને પુસ્તકો આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

મુંબઈના અંધેરીમાં પણ બની હતી આગની ઘટના

અંધેરીના લોખંડવાલા કૉમ્પ્લેક્સમાં (Fire at Chembur Temple) ૧૪ માળની રિયા પૅલેસ સોસાયટીના દસમા માળે એક ફ્લૅટમાં અચાનક આગ લાગી હતી. આ આગમાં ૭૪ વર્ષના બિઝનેસમૅન ચંદર પ્રકાશ સોની, તેમનાં ૭૪ વર્ષનાં પત્ની કાંતાબહેન અને તેમના કૅર-ટેકર ૪૨ વર્ષના રવિ પેલુબેટાનાં મૃત્યુ થયાં હતાં. મૂળ પંજાબના ચંદેર સોનીના બે દીકરા છે; એક સિંગાપોર રહે છે અને બીજો અમેરિકા. સિંગાપોર રહેતો દીકરો મુંબઈ આવવા નીકળી ગયો હતો.

 

fire incident chembur mumbai news mumbai fire brigade mumbai