28 March, 2023 10:24 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નવો વર્સોવા બ્રિજ
મુંબઈ-અમદાવાદ નૅશનલ હાઇવે પર વર્સોવા ખાડીની ઉપર લાંબા સમયથી બાંધવામાં આવી રહેલા બ્રિજને ગઈ કાલે સાંજે પાંચ વાગ્યે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ બ્રિજ શરૂ થઈ જવાથી ફાઉન્ટન હોટેલ પાસે થતા ટ્રાફિક જૅમથી લોકોનો છુટકારો થયો છે. ખાડી પરનો જૂનો બ્રિજ નબળો પડી ગયો હોવાથી અહીં નવો બ્રિજ બનાવવાનો પ્લાન બનાવાયો હતો, પણ કોઈ ને કોઈ કારણથી કામ ધીમું ચાલ્યું હતું. શિવસેનાના સ્થાનિક વિધાનસભ્ય પ્રતાપ સરનાઈકે ગઈ કાલે નારિયેળ ફોડીને આ બ્રિજને જનતા માટે ખુલ્લો મૂક્યો હતો.