સુધરાઈ ધ્યાન આપતી ન હોવાથી અકસ્માતને નિયંત્રણમાં રાખવા માટે લોકોએ લગાવ્યાં બૅનર

15 July, 2024 08:55 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મનોરી-ગોરાઈ રોડ પર બન્ને બાજુ કૉન્ક્રીટની ચેમ્બરનું કામ ચાલી રહ્યું છે

બેનર

મનોરી-ગોરાઈ રોડ પર બન્ને બાજુ કૉન્ક્રીટની ચેમ્બરનું કામ ચાલી રહ્યું હોવાથી રસ્તાની કથળેલી હાલતને લીધે દિવસ અને રાતના સમયે અકસ્માતના બનાવો બની રહ્યા છે. આખો રસ્તો ખોદી કાઢવામાં આવતાં અસંખ્ય ખાડા પડી ગયા છે. તાજેતરમાં મીરા-ભાઈંદર પરિવહનની બસ પણ આ ખાડામાં અટવાઈ ગઈ હતી. અહીંના રહેવાસીઓએ કામ કરતા કૉન્ટ્રૅક્ટરને ૫૦૦ મીટરનું કામ કરીને રસ્તો બનાવો અને પછી આગળનું કામ કરો એવું કહેવા છતાં ધ્યાન ન અપાતાં તેમના બૂરા હાલ થઈ રહ્યા છે. ટૂરિઝમ સ્પૉટ પાસે હોવાથી મોટી સંખ્યામાં વાહનોની અવરજવર થતી હોવાથી કૉન્ટ્રૅક્ટર અને સુધરાઈ દ્વારા ચેતવણી આપતાં બૅનરો લગાવવામાં આવ્યાં નથી એટલે અહીં મોટી સંખ્યામાં બહારથી અવરજવર કરતાં વાહનોની સુરક્ષા માટે ગોરાઈ વિલેજ રેસિડન્ટ્સ વેલ્ફેર અસોસિએશન દ્વારા ચેતવણીનાં પંદર બૅનર લગાવવામાં આવ્યાં છે.

mumbai news mumabi gorai road accident mira bhayandar municipal corporation