કારનું વેચાણ ઘટ્યું, ૭૯,૦૦૦ કરોડ રૂપિયાની કાર વેચાયા વગરની પડી રહી

02 November, 2024 10:45 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દર વર્ષે ​તહેવારોની મોસમમાં લોકો કાર ખરીદતા હોય છે. પરિવારની ખુશી અને સગવડ સાચવવાના ઉદ્દેશથી કારની ખરીદી થતી હોય છે. એમાં પણ ગણપતિ, નવરાત્રિ, દશેરા અને દિવાળીના શુભ દિવસોમાં કારનું વેચાણ વધી જતું હોય છે.

કારનું વેચાણ ઘટ્યું, ૭૯,૦૦૦ કરોડ રૂપિયાની કાર વેચાયા વગરની પડી રહી

દર વર્ષે ​તહેવારોની મોસમમાં લોકો કાર ખરીદતા હોય છે. પરિવારની ખુશી અને સગવડ સાચવવાના ઉદ્દેશથી કારની ખરીદી થતી હોય છે. એમાં પણ ગણપતિ, નવરાત્રિ, દશેરા અને દિવાળીના શુભ દિવસોમાં કારનું વેચાણ વધી જતું હોય છે. જોકે આ વર્ષે લોકો કાર નથી ખરીદી રહ્યા. કારનું વેચાણ થયું છે, પણ બહુ ઓછું. હાલ પરિસ્થિતિ એવી છે કે ૭૯,૦૦૦ કરોડ રૂપિયાની કાર વેચાયા વગરની પડી રહી છે. કાર બનાવતી કંપનીઓ પાસે લગભગ ૮૦થી ૮૫ દિવસનો સ્ટૉક છે. કુલ ૭.૯૦ લાખ કાર બનીને તૈયાર છે, પણ હાલ લેવાલી નથી. સૌથી વધુ મારુતિ સુઝુકી અને હ્યુન્દાઇ પાસે સ્ટૉક પડ્યો છે. એ પછી નિસાન અને સિટ્રૉન કંપની પાસે કારનો ખાસ્સો સ્ટૉક પડ્યો છે.

મૂળમાં આ વર્ષે મે મહિનાથી જ કારના વેચાણમાં ઘટાડો થઈ રહ્યો છે. એમાં પણ ૧૦ લાખથી લઈને ૨૫ લાખ રૂપિયા સુધીની જે કાર આવે છે એના વેચાણમાં પણ જબરદસ્ત ઘટાડો નોંધાયો છે. કોરોના પછીના સમયમાં આ સેગમેન્ટની કારો સૌથી વધુ વેચાઈ રહી હતી. એક એવું પણ કારણ બહાર આવ્યું છે કે વાતાવરણમાં જે એક્સ્ટ્રીમ ચેન્જિસ આવી રહ્યા છે એના કારણે પણ લોકો કાર ખરીદવાનું હાલ પોસ્ટપોન કરી રહ્યા છે. એકદમ વધારે ગરમી પડતાં અને એ પછી જોરદાર વરસાદ થતાં લોકો હાલ કાર ખરીદવાનું પોસ્ટપોન કરી રહ્યા છે.

mumbai news mumbai hyundai maruti suzuki tech news technology news festivals national news