FDA Raid: મુંબઈની આ પ્રખ્યાત રેસ્ટોરન્ટ બંધ થઈ, કિચનમાં ફરતા હતા ઉંદર અને વાંદા

14 September, 2023 02:58 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફૂડ ઍન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને (FDA Raid) બુધવારે દક્ષિણ મુંબઈના લોકપ્રિય બેડેમિયાં પર બિનઆરોગ્યપ્રદ ખોરાક પીરસવા બદલ દરોડા પાડ્યા હતા

ફાઇલ તસવીર

ફૂડ ઍન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA Raid)એ મુંબઈના કોલાબામાં આવેલ પ્રખ્યાત બેડેમિયાં રેસ્ટોરન્ટ (Bademiya Restaurant) પર દરોડા પાડ્યા છે. ફૂડ ઍન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને બુધવારે દક્ષિણ મુંબઈના લોકપ્રિય બેડેમિયાં પર બિનઆરોગ્યપ્રદ ખોરાક પીરસવા બદલ દરોડા પાડ્યા હતા. એફડીએના દરોડા દરમિયાન રસોડામાં ઉંદરો અને વાંદા ફરતા જોવા મળ્યા હતા.

બડેમિયાના તમામ આઉટલેટ્સ (Bademiya Restaurant)ને કામ બંધ કરવાની સૂચના આપવામાં આવી છે. એફડીએ એ પણ શોધી કાઢ્યું હતું કે 76 વર્ષ જૂના રેસ્ટોરન્ટ પાસે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઑથોરિટી ઑફ ઈન્ડિયા હેઠળ લાઇસન્સ નથી. તાજમહેલ હૉટલની પાછળ કોલાબામાં આવેલ આઇકોનિક ફૂડ સ્ટૉલ તેના સ્વાદિષ્ટ કબાબ માટે પ્રખ્યાત છે, જ્યાં વિશ્વભરના પ્રવાસીઓ ખાવા માટે આવે છે.

બેડેમિયાં આઉટલેટ્સ પર બુધવારે સાંજે અચાનક દરોડા પાડવામાં આવ્યા હતા અને તેમના તમામ આઉટલેટ્સ પાસે ચલાવવા માટેનું લાઇસન્સ નહોતું. FDA અધિકારી (FDA Raid)એ ફ્રી પ્રેસને જણાવ્યું હતું કે, “અમે સ્ટૉપ-વર્ક નોટિસ જાહેર કરીશું અને આગળની કાર્યવાહી કરવામાં આવશે. આ દરમિયાન, તપાસ હજુ ચાલુ છે.”

1940ના દાયકાના અંતમાં સ્થપાયેલ આ સાદી ભોજનશાળામાં દાયકાઓથી સ્વાદિષ્ટ ભોજન પીરસવામાં આવે છે. આ જગ્યાએ કોઈ ઝાકઝમાળ નથી, આ એક ઑપન-એર જોઈન્ટ એ છે જ્યાં લોકો સ્વાદિષ્ટ ચિકન ટિક્કા, કબાબ અને રોલ્સનો સ્વાદ લેવા ભેગા થાય છે.

મુંબઈની હૉટલોમાં જમવું સ્વાસ્થ્ય માટે હાનિકારક

શહેરની જે હૉટલોમાં મુંબઈવાસીઓ ભોજનનો આનંદ માણે છે, તેમાંથી 90 ટકાને હૉટલો (Mumbai Hotel)માં સુધારાની તાતી જરૂર હોવાની માહિતી પ્રકાશમાં આવી છે. મુંબઈની ઘણી હૉટલો ફૂડ ઍન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ (FDA) દ્વારા નિર્ધારિત ધોરણોને પૂર્ણ કરતી નથી. FDAએ હૉટલોને સુધારણાની નોટિસ પાઠવી છે, જ્યારે 2 હૉટલો સામે કાર્યવાહી કરીને તેને બંધ કરાવી છે. 13 ઑગસ્ટના રોજ, બંદરામાં હૉટલ પાપા પેંચો દા ધાબા ખાતે ગ્રાહક દ્વારા ઑર્ડર કરાયેલ ચિકન ડીશમાં એક મૃત ઉંદર મળી આવ્યો હતો.

આ ઘટના બાદ ગ્રાહકે મુંબઈ પોલીસ (Mumbai Police)માં કેસ નોંધાવ્યો હતો. પોલીસે ખોરાકમાં ભેળસેળ અને વ્યક્તિના જીવ સાથે બેદરકારીનો કેસ નોંધ્યો હતો. આ ઘટના બાદ FDA એક્શનમાં આવ્યું છે. FDAએ ઢાબાનું નિરીક્ષણ કર્યું હતું. એફડીએની તપાસમાં ઘણા નિયમોનું ઉલ્લંઘન જોવા મળ્યું હતું, ત્યાર બાદ હૉટલને અસ્થાયી રૂપે બંધ કરી દેવામાં આવી હતી.

ડીશમાં ઉંદર મળી આવવાની ઘટના બાદ એફડીએ કમિશનરે એક વિશેષ અભિયાન હેઠળ મુંબઈના કુલ 13 ઝોનના ફૂડ ઈન્સ્પેક્ટરોને તેમના વિસ્તારની હૉટલોમાં તપાસ શરૂ કરવાનો આદેશ આપ્યો હતો. FDA ઑફિસમાંથી મળેલી માહિતી મુજબ 17 દિવસમાં કુલ 68 હૉટલની તપાસ કરવામાં આવી હતી.

food and drug administration mumbai food colaba mumbai news mumbai