Facebook Live Murder : અભિષેક ઘોસાળકરની હત્યા કરનાર મૉરિસ ભાઈ હતો બળાત્કારી!

09 February, 2024 01:57 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Facebook Live Murder : બોરીવલીના આઇ.સી. કૉલોની વિસ્તારમાં ગઈ કાલે રાત્રે ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા અભિષેક ઘોસાળકર પર ગોળીબાર કર્યા બાદ મૉરિસ નરોનાએ પોતાને પણ ચાર ગોળીઓ મારી હતી

મૉરિસ ભાઈ (તસવીર સૌજન્ય : ઇન્સ્ટાગ્રામ)

મુંબઈ (Mumbai) શહેરના પરાં બોરીવલી (Borivali)માં આવેલા આઇ.સી. કૉલોની (I.C. Colony) વિસ્તારમાં ગઈ કાલે બનેલી ઘટનાથી આખું શહેર ચોંકી ગયું છે. ફેસબુક લાઈવ પર થયેલા મર્ડર (Facebook Live Murder)એ દુનિયાને ચોંકાવી દીધી છે. ગઈ કાલે રાત્રે ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) જૂથના ભૂતપૂર્વ નગરસેવક અભિષેક ઘોસાળકર (Abhishek Ghosalkar)ની મૉરિસ નરોના (Mauris Noronha)એ ગોળી મારીને હત્યા કરી છે. ફેસબુક લાઈવ (Facebook Live Murder) ચાલી રહ્યું હતું ત્યારે ગોળી મારીને હત્યા કરનાર આ મૉરિસ ભાઈ કોઈ છે તે પ્રશ્ન લોકોના મનમાં ઉદ્ભવ્યો છે.

બોરીવલી, પશ્ચિમ (Borivali, West) માં આઇ. સી. કૉલોનીમાં શિવસેનાના ભૂતપૂર્વ નગરસેવક અને ઉદ્ધવ ઠાકરેના નજીકના ગણાતા ભૂતપૂર્વ વિધાનસભ્ય વિનોદ ઘોસાળકર (Vinod Ghosalkar)ના પુત્ર અભિષેક ઘોસાળકર પર પાંચ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. બાદમાં આરોપી મૉરિસ નરોના (Who was Mauris Noronha)એ પોતાને પણ ચાર ગોળી મારી હતી. બન્નેનું હૉસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.

અભિષેક ઘોસાળકરની હત્યા કરનાર મૉરિસ ભાઈ કોણ છે અને બન્ને વચ્ચે શું સંબંધ છે તે પ્રશ્ન અત્યારે સૌથી વધુ ચર્ચામાં છે. ત્યારે જાણીએ કે કોણ છે મૉરિસ નરોના…

કોણ છે મૉરિસ નરોના?

અભિષેક ઘોસાળકર અને મૉરિસ નરોના વચ્ચે શું સંબંધ હતો?

મૉરિસ નરોના પર એક મહિલાની છેતરપિંડી અને બળાત્કારનો આરોપ લાગ્યા બાદ તે ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો. આ ઘટનાને પગલે મૉરિસ નરોનાને જેલની હવા ખાવી પડી હતી. તે ઘણા સમય સુધી જેલમાં બંધ હતો. ત્યારે એવું કહેવામાં આવે છે કે, પીડિતા મહિલાને અભિષેક ઘોસાળકર કે તેના સહયોગીઓએ મદદ કરી હોવાનું કહેવાય છે. મૉરિસ ભાઈ તાજેતરમાં જ જેલમાંથી બહાર આવ્યો છે. અભિષેકને લીધે પોતાને જેલમાં જવું પડ્યું હોવાનું માનીને મૉરિસે બદલો લેવા માટે મૉરિસ ભાઈએ ફેસબુક લાઈવ દરમિયાન મર્ડર કર્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

નોંધનીય છે કે, આ કેસની તપાસ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ (Mumbai Crime Branch)ને સોંપવામાં આવી છે.

abhishek ghosalkar shiv sena borivali murder case Crime News mumbai crime news crime branch mumbai crime branch mumbai mumbai news facebook