HMPVમાં કોવિડ જેવાં લક્ષણ છે પણ એ જીવલેણ નથી

07 January, 2025 07:08 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હેલ્થ ઍન્ડ ફૅમિલી વેલ્ફેર વિભાગે HMPVના સંક્રમણથી વ્યાપક વિક્ષેપ ઊભો થવાની કોઈ શક્યતા ન હોવાનું જણાવ્યું છે

પ્રતીકાત્મક તસવીર

કોરોના જેવો HMPV ચીનમાં ઝડપથી ફેલાઈ રહ્યો હોવાના સમાચાર આવવા માંડ્યા બાદ ભારત સહિત આખી દુનિયામાં ગભરાટ ફેલાઈ રહ્યો છે. જોકે એક્સપર્ટ્સનું કહેવું છે કે HMPVનું સંક્રમણ થયા બાદ દરદીમાં કોરોના જેવાં લક્ષણ જોવા મળે છે, પણ આ વાઇરસ જીવલેણ નથી એટલે ગભરાવાની જરાય જરૂર નથી.

ગ્લોબલ મીડિયા એજન્સીઓમાં ચીનના ઉત્તર ભાગમાં HMPV ઝડપથી ફેલાઈને ૧૪ વર્ષથી નાનાં બાળકોને સંક્રમિત કરી રહ્યો હોવાના સમાચાર આવી રહ્યા છે. એ ઉપરાંત સોશ્યલ મીડિયામાં પુષ્ટિ કરવામાં ન આવી હોય એવી હૉસ્પિટલો અને સ્મશાનોમાં મોટા પ્રમાણમાં દરદીઓ અને મૃતદેહો હોવાના સમાચાર ફેલાઈ રહ્યા છે. એ જોઈને ફરી કોરોના જેવી સ્થિતિ ઊભી થઈ હોવાનું લાગે છે, પણ ભારતના હેલ્થ-એક્સપર્ટ્સ અને કેન્દ્ર સરકારના હેલ્થ ઍન્ડ ફૅમિલી વેલ્ફેર વિભાગે HMPVના સંક્રમણથી વ્યાપક વિક્ષેપ ઊભો થવાની કોઈ શક્યતા ન હોવાનું જણાવ્યું છે.

mumbai news mumbai HMPV Virus coronavirus social media ministry of health and family welfare