05 May, 2022 11:03 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રદીપ શર્મા
નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ)એ ભૂતપૂર્વ પોલીસ અધિકારી પ્રદીપ શર્મા ઉદ્યોગપતિ મનસુખ હિરણની હત્યાના મુખ્ય કાવતરાખોર હોવાનો બુધવારે બૉમ્બે હાઈ કોર્ટ સમક્ષ દાવો કર્યો હતો. ઉલ્લેખનીય છે કે ષડયંત્રમાં થાણેના ઉદ્યોગપતિ મનસુખ હિરણ નબળી કડી ગણાતા હતા.પ્રદીપ શર્માએ કેસના અન્ય આરોપીઓ સાથે મળીને (જ્યાં ષડયંત્રને આકાર અપાયો એ) પોલીસ કમિશનરની ઑફિસના બિલ્ડિંગના પરિસરમાં વિવિધ બેઠકોમાં હાજરી આપી હતી એમ એનઆઇએએ હાઈ કોર્ટમાં દાખલ કરેલી ઍફિડેવિટમાં જણાવ્યું હતું અને દાવો કર્યો હતો કે બરતરફ પોલીસ અધિકારી સચિન વઝેએ પ્રદીપ શર્માને ૪૫ લાખ રૂપિયા આપ્યા હતા જેથી કિલર મનસુખ હિરણને મારી શકે. પ્રદીપ શર્માની જામીનઅરજીનો વિરોધ કરતાં એનઆઇએએ એમ પણ કહ્યું હતું કે તે નિર્દોષ નથી અને તેમણે ગુનાઇત ષડયંત્ર, હત્યા અને આતંકવાદી કૃત્યો જેવા અપરાધો કર્યા હતા. જસ્ટિસ એ. એસ. ચાંદુરકર અને જસ્ટિસ જી. એ. સનપની ડિવિઝન બેન્ચે યાચિકાની આગામી સુનાવણી માટે ૧૭ જુલાઈની તારીખ નક્કી કરી હતી.