ઍરપોર્ટથી સીધા મતદાનકેન્દ્ર પર

21 May, 2024 08:45 AM IST  |  Mumbai | Priti Khuman Thakur

બિઝનેસ-ટ્રિપ ટૂંકાવીને ટ્રેનની ટિકિટ કન્ફર્મ ન થઈ તો દિલ્હીથી ફ્લાઇટમાં મુંબઈ પહોંચ્યા

ભાવેશ ધનેચા

વિરાર-વેસ્ટના એમબી એસ્ટેટમાં રહેતા ભાવેશ ધનેચાની એક મહિનાની બિઝનેસ-ટ્રિપ હતી, પરંતુ એ ટૂંકાવીને મતદાન કરવા માટે ગઈ કાલે સવારે દિલ્હીથી ફ્લાઇટમાં મુંબઈ આવ્યા હતા. ટ્રેનની ટિકિટ કઢાવી હતી, પરંતુ એ કન્ફર્મ ન થતાં ફ્લાઇટમાં આવ્યા અને સીધા મતદાન-કેન્દ્ર પહોંચ્યા હતા.

આ વિશે માહિતી આપતાં કંપની માટે પ્રેઝન્ટેશનનું કામ કરતા ભાવેશ ધનેચાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સાતમી મેએ હું ચંડીગઢ એક મહિનાની બિઝનેસ-ટ્રિપ પર ગયો હતો. આ મહિનાના અંતે એ ટ્રિપ પૂર્ણ થવાની હતી, પરંતુ મતદાન આપણી પ્રાથમિક જવાબદારી છે અને એ મારે ચૂકવી નહોતી. પહેલાં મેં ટ્રેનની ટિકિટ કઢાવી હતી, પરંતુ એ કન્ફર્મ ન થઈ એટલે તાત્કાલિક ફ્લાઇટની ટિકિટ કઢાવીને આગલા દિવસે રાતે ચંડીગઢથી નીકળીને સવારે દિલ્હી ઍરપોર્ટથી ફ્લાઇટ પકડીને મુંબઈ આવ્યો અને સીધો મતદાન-કેન્દ્ર જઈને વોટિંગ કર્યું ત્યારે મારા જીવમાં જીવ આવ્યો હતો.’

mumbai news mumbai virar gujaratis of mumbai Lok Sabha Election 2024