30 November, 2024 08:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મુંબઈગરો એકથી બીજા સ્થળે સરળતાથી આવી અને જઈ શકે એ માટે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) દ્વારા રાહતદરે બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક ઍન્ડ ટ્રાન્સપોર્ટ (BEST) બસ ચલાવવામાં આવે છે. BMCના કમિશનર-કમ-ઍડ્મિનિસ્ટ્રેટર ભૂષણ ગગરાણીએ મંગળવારે BESTનું ૨૦૨૫-’૨૬નું બજેટ રજૂ કર્યું હતું, જેમાં ૨૧૩૨ કરોડ રૂપિયાની ખોટ થઈ હોવાનું જાણવા મળ્યું હતું. આ નુકસાન અને નવી બસોની ખરીદી કરવા માટે બજેટમાં ટ્રાન્સપોર્ટ વિભાગ માટે BMC પાસે ૨૮૧૨ કરોડ રૂપિયાનું અનુદાન માગવામાં આવ્યું છે. આથી BESTની બસોનાં ભાડાં ન વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે એટલે મુંબઈના ૩૫ લાખ મુસાફરો માટે રાહતના સમાચાર છે. મુંબઈગરાઓ આરામદાયક મુસાફરી કરી શકે એ માટે BEST માર્ચ ૨૦૨૬ સુધીમાં ૧૦,૧૮૨ નવી બસ ખરીદશે. નવી ખરીદવામાં આવનારી બસોમાં ઇલેક્ટ્રિક સિંગલ ડેકર બસો હશે. જોકે BESTના વીજળી વિભાગને ૪૬ કરોડ રૂપિયાનો નફો થયો છે.