23 August, 2022 12:57 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીર સૌજન્ય મિડ-ડે
ઉત્તર પ્રદેશની બાંદા જેલમાં બંધ માફિયા મુખ્તાર અંસારીના 12 ઠેકાણે દરોડા બાદ પ્રવર્તન નિદેશાલય (ઇડી)એ મુખ્તારના નજીકનાઓને નૉટિસ મોકલી છે. ઇડીએ મુખ્તાર અંસારીના સસરા જમશેદ રઝા, સાળા અતીફ રઝા અને લખનઉના પ્રૉપર્ટી ડીલર શાદાબને નિવેદન આપવા માટે નૉટિસ મોકલી છે.
તાજેતરમાં ઇડીએ મુખ્યાર અંસારીના 12 ઠેકાણે દરોડા પાડ્યા હતા. દરોડામાં કરોડોના લેવડદેવડની ઇડીને ખબર પડી છે. ઇડીએ કાર્યવાહી પહેલા પોતાનો પક્ષ રજૂ કરવા માટે લોકોને નૉટિસ મોકલી છે. ટૂંક સમયમાં જ ઇડીના પ્રયાગરાજ ઑફિસમાં પૂપરછ કરવામાં આવી શકે છે.
જણાવવાનું કે, મુખ્તાર અંસારી અને તેમના નજીકનાઓના ઠેકાણે ગયા ગુરુવારે દરોડા પાડ્યા હતા, દરોડા મોડી રાત સુધી ચાલ્યા. સાંસદ ભાઈ અફઝાલ અંસારીના ઘરે તો ઇડીની ટીમ મોડી સાંજે પાછી ગઈ, પણ ગાજીપુરમાં મુખ્તાર અંસારી સાથે જોડાયેલા લોકોના ઠેકાણે રાતે 11 વાગ્યા સુધી ઇડીની ટીમ તપાસ કરતી રહી. તો લખનઉમાં મુખ્તાર અંસારીના નજીકના સંબંધીઓના ઘરે આ દરોડા રાતે 12 વાગ્યા સુધી ચાલ્યા. કહેવામાં આવી રહ્યું છે કે દરોડા દરમિયાન ઇડીને મોટા પાયે ફન્ડ ટ્રાન્સફરની સાથે-સાથે 100થી વધારે બેનામી સંપત્તિઓના દસ્તાવેજ મળ્યા છે.
મુખ્તાર અંસારીના નિવાસસ્થાનની સાથે-સાથે ગાજીપુરમાં તેના ત્રણ નજીકના રિયલ એસ્ટેટ વેપારી વિક્રમ અગ્રહરી, ગણેશ દત્ત મિશ્રા અને બાબા બસ સર્વિસના માલિક મુસ્તાક ખાનના ઠેકાણે પણ ઇડીની ટીમે દરોડા શરૂ કર્યા. લખનઉમાં હજરતગંજ વિસ્તારમાં સ્થિત ગ્રેંડિયર અપાર્ટમેન્ટ એક ફ્લેટમાં ઇડીની ટીમે દરોડા પાડવાના શરૂ કર્યા.
આ ફ્લેટ મુખ્તાર અંસારીના પિત્રાઈ ભાઈ અને સાળા તન્નૂ અંસારીનું કહેવામાં આવ્યું. દસ્તાવેજમાં આ ફ્લેટ આબિદ રઝાના નામે નોંધાયેલું છે. એક સાથે 12 ઠેકાણે દરોડા પાડવામાં સૌથી વધારે મોડે સુધી ઇડીની ટીમ લખનઉ અને ગાજીપુરમાં મુખ્તાર અંસારીના નજીકનાઓના ઘરે રહી. મુખ્તાર અંસારીના પૈતૃક નિવાસ પરથી ઇડીની ટીમ સાંજ પડતા નીકળી ગઈ.
જો કે, ગાજીપુરમાં મુસ્તાક ખાન અને ગણેશ દત્ત મિશ્રાના ઘરે તેમજ ઑફિસથી ટીમ રાતે 10 વાગ્યે નીકળી. લખનઉ સ્થિત ફ્લેટથી ટીમ રાતે 12 વાગ્યે નીકળી. દિવસ દરમિયાનના દરોડા બાદ ઇડીને બાબા ટ્રાવેલ્સના માલિક મુસ્તાક ખાન, રિયલ એસ્ટેટ વેપારી ગણેશ દત્ત મિશ્રા, વિક્રમ અગ્રહરિ તેમજ લખનઉમાં તન્નૂ અંસારીના ફ્લેટમાંથી તમામ મહત્વના દસ્તાવેજો હાથે ચડ્યા.
100થી વધારે બેનામી સંપત્તિના દસ્તાવેજ અને માહિતીઓ મળી
સૂત્રો પ્રમાણે, દિવસ દરમિયાનના દરોડામાં ઇડીને મુખ્તાર અંસારી સાથે જોડાયેલી 100થી વધારે બેનામી સંપત્તિના દસ્તાવેજ અને માહિતીઓ હાથે ચડી. તો લખનઉમાં શત્રુ સંપત્તિ પર બિલ્ડરો દ્વારા મુખ્તાર અંસારીના નામે બનાવવામાં આવેલા અપાર્ટમેન્ટ પણ ઇડીની રડારમાં આવ્યા છે. લખનઉના એક મોટા બિલ્ડરના ઠેકાણે ભલે ઇડીની ટીમે દરોડા ન પાડ્યા હોય પણ ગુરુવારે થયેલા દરોડામાં ઇડીને મુખ્તાર અંસારરી અને તે નામી બિલ્ડરનું કનેક્શન ચોક્કસ સામે આવ્યું છે.
ફન્ડ ટ્રાન્સફરના દસ્તાવેજો પણ હાથે ચડ્યા
મળતી માહિતી પ્રમાણે, જુલાઈ 2021માં ઇડીનો એફઆઇઆર નોંધાતા લખનઉના આ બિલ્ડરે પોતાના દસ્તાવેજોનું દુરસ્તીકરણ શરૂ કર્યું હતું અને પોતાના બિઝનેસને પણ સંકેલવા લાગ્યો છે. તાજેતરમાં જ એક મોટું ઇન્વેસ્ટમેન્ટ પણ દુબઈમાં આ બિલ્ડર દ્વારા કરવામાં આવ્યું છે. ઇડીને દરોડામાં ફન્ડ ટ્રાન્સફરના દસ્તાવેજો પણ હાથે ચડ્યા છે.
બેનામી સંપત્તિઓ તેમજ શત્રુ સંપત્તિને ભાડે આપવાથી મળતી રકમનું ફન્ડ ટ્રાન્સપૉર્ટ અને રિયલ એસ્ટેટ વેપારી સુધી કેવી રીતે પહોંચ્યું? આની સાથે જોડાયેલા પુરાવા પણ ઇડીને હાથે ચડ્યા છે.