22 March, 2024 09:51 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સ્ટેટ બેન્ક ઑફ ઈન્ડિયા (ફાઈલ તસવીર)
સુપ્રીમ કોર્ટમાંથી ખૂબ જ ફટકાર ખાધા બાદ સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા (SBI)એ ઇલેક્ટોરલ બૉન્ડ્સને લગતી સિરિયલ નંબરો સાથેની વિગતો ચૂંટણીપંચને સોંપી દીધી હતી. આ ડેટાના કારણે બૉન્ડને ખરીદનારા ડોનર અને એને વટાવનારી રાજકીય પાર્ટી વિશેની તમામ જાણકારી મળી શકશે. ચૂંટણીપંચ આ જાણકારીને સાર્વજનિક કરશે.
SBIએ ગઈ કાલે આ મુદ્દે એક ઍફિડેવિટ રજૂ કર્યું હતું. જોકે સાઇબર સુરક્ષાનાં કારણસર દાન આપનારા દાતાઓના આખા ખાતા-નંબરો અને દાતા તથા રાજકીય પાર્ટીઓની નો યૉર કસ્ટમર (KYC)ની વિગતો આપવામાં આવી નથી.