વિધાનભવનમાં બાખડ્યા શિંદે જૂથના 2 ધારાસભ્યો, ત્રીજા નેતાએ કરવી પડી દરમિયાનગીરી

01 March, 2024 02:58 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મહારાષ્ટ્ર વિધાનસભા પરિષદમાં શિવસેનાના શિંદે જૂથ માટે મૂંઝવણની સ્થિતિ હતી જ્યારે શિવસેનાના બે ધારાસભ્યો એકબીજા સાથે ઝગડ્યા હતા

ફાઇલ તસવીર

મહારાષ્ટ્ર વિધાનસભા (Maharashtra Vidhan Bhavan) પરિષદમાં શિવસેનાના શિંદે જૂથ (Eknath Shinde Sena) માટે મૂંઝવણની સ્થિતિ હતી જ્યારે શિવસેનાના બે ધારાસભ્યો એકબીજા સાથે ઝગડ્યા હતા. એબીપી માઝાના અહેવાલ મુજબ મંત્રી દાદા ભુસે અને ધારાસભ્ય થોરવેએ વિધાનસભાની લોબીમાં એકબીજાને ધક્કો માર્યો હતો. આ પછી હંગામો થયો હતો. હવે વિધાનસભામાં પણ હોબાળો શરૂ થયો છે.

શિંદે જૂથના ધારાસભ્યો વિધાનસભામાં ઝગડ્યા

ઝપાઝપી શરૂ થયા બાદ મંત્રી શંભુરાજ દેસાઈ અને ભરત ગોગવાલેને દરમિયાનગીરી કરવી પડી હતી. આ અંગે વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા જિતેન્દ્ર આવ્હાડે (Eknath Shinde Sena) આકરી પ્રતિક્રિયા આપતા કહ્યું કે, હવે સમય આવી ગયો છે કે વિધાનસભામાં પણ પોલીસ તહેનાત કરવામાં આવે. દરમિયાન, આ ચર્ચા મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના કાને પહોંચ્યા પછી, તેઓ મહેન્દ્ર થોરવે અને દાદા ભૂસેને સાથે ઑફિસે લઈ ગયા હતા.

શું કહ્યું એકનાથ શિંદે?

આ દરમિયાન મુખ્યપ્રધાન એકનાથ શિંદે કોઈ પ્રતિક્રિયા આપવાનું ટાળતા જોવા મળ્યા હતા. દરમિયાન, વિવાદના સમાચાર સાંભળ્યા બાદ મુખ્યપ્રધાન એકનાથ શિંદે (Eknath Shinde Sena) ગુસ્સામાં જોવા મળ્યા હતા. કોન્ફરન્સમાં કામ વિશે પૂછ્યું હોવાનો જવાબ આપતાં તેમણે વિવાદ પર કોઈ ટિપ્પણી કરી ન હતી. બીજી તરફ વિપક્ષી નેતાઓએ વિધાનસભા પરિસરમાં શિંદે જૂથના ધારાસભ્યોના તોફાનની ટીકા કરી છે.

શું રંધાઈ રહ્યું છે? શરદ પવારે શિંદે, ફડણવીસ અને અજિત પવારને લંચનું આમંત્રણ આપ્યું

એનસીપીના સ્થાપક અને અત્યારની સરકારના સૌથી મોટા વિરોધી પીઢ નેતા શરદ પવારે આવતી કાલે બારામતીમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાનો દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારને પોતાના નિવાસસ્થાને બપોરનું ભોજન કરવા માટેનું આમંત્રણ આપ્યું છે. શરદ પવારના આવા આમંત્રણનું સૌને આશ્ચર્ય થઈ રહ્યું છે અને સત્તાધારી નેતાઓ તેમનું આમંત્રણ સ્વીકારશે કે કેમ એના પર સૌની નજર રહેશે. વિરોધીઓને લંચનું આમંત્રણ આપીને શરદ પવારનું હૃદયપરિવર્તન થયું છે કે શું એવી ચર્ચા શરૂ થઈ છે.

આવતી કાલે બારામતીમાં આવેલી વિદ્યા પ્રતિષ્ઠાન કૉલેજમાં નમો મહારોજગાર મેળાવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની સાથે નાયબ મુખ્ય પ્રધાનો દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર હાજર રહેવાના છે. આ કાર્યક્રમ જ્યાં યોગાવાનો છે એ કૉલેજના શરદ પવાર અધ્યક્ષ છે. એમ છતાં તેમને અવગણવામાં આવ્યા હોવાથી તેમણે સત્તાધારી પક્ષના નેતાઓને લંચનું આમંત્રણ આપ્યું હોવાની ચર્ચા છે.

શરદ પવારે સત્તાધારીઓને ગઈ કાલે લંચનું આમંત્રણ આપતા પત્રમાં લખ્યું છે કે ‘એક સાંસદ તરીકે હું અને સુપ્રિયા સરકારના સત્તાવાર કાર્યક્રમમાં સામેલ થવા માગીએ છીએ. વિદ્યા પ્રતિસ્થાનના અધ્યક્ષ મને મુખ્ય પ્રધાનનું આ શૈક્ષણિક સંસ્થામાં સ્વાગત કરવાનો આનંદ થશે. આ કાર્યક્રમ બાદ મુખ્ય પ્રધાનની સાથે નાયબ મુખ્ય પ્રધાનોને મારા અહીંના ગોવિંદબાગ ખાતેના  નિવાસસ્થાને બપોરનું ભોજન લેવાનો આગ્રહ છે.’

eknath shinde shiv sena mumbai maharashtra news maharashtra