30 October, 2024 09:42 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઇડીની ફાઇલ તસવીર
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED) દ્વારા ઑનલાઇન બેટિંગ અને ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) સહિત અન્ય ક્રિકેટમૅચ ગેરકાયદે બ્રૉડકાસ્ટ કરતા ફેરપ્લે ગેમિંગ પ્લૅટફૉર્મ સામેની તપાસ અંતર્ગત નોંધેલા પ્રિવેન્શન ઑફ મની લૉન્ડરિંગ ઍક્ટ હેઠળ મુંબઈ અને કચ્છમાં શુક્રવારે એક જ દિવસે પચીસ જગ્યાએ રેઇડ પાડવામાં આવી હતી.
આ રેઇડ દરમ્યાન EDએ સ્થાવર સંપત્તિ સીઝ કરી હતી અને સાથે જ રોકડ, બૅન્ક-ફન્ડ અને ચાંદીના બાર મળી ચાર કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી હતી. આ તપાસ દરમ્યાન EDને ઘણા વાંધાજનક દસ્તાવેજો, ડિજિટલ ડિવાઇસ અને પ્રૉપર્ટી-ડૉક્યુમેન્ટ્સ પણ મળી આવ્યાં હતાં, જેમાં આ રૅકેટ સાથે સંકળાયેલા લોકોએ ૧૦૦ કરોડ રૂપિયાની સંપત્તિ એકઠી કરી હોવાનું જણાઈ આવ્યું હતું. ED દ્વારા કરાયેલી આ તપાસમાં ઘણીબધી ઇન્ટરનૅશનલ શેલ કંપનીઓનો પર્દાફાશ થયો હતો.