ખેલૈયાઓ આનંદો : પાંચ દિવસ મોડે સુધી મેટ્રો મળશે

02 October, 2024 07:34 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાતે ૧૧ વાગ્યા પછી વધારાની મેટ્રો ટ્રેનનું ટાઇમટેબલ વાંચો અહીં

પ્રતીકાત્મક તસવીર

નવરાત્રિમાં ખેલૈયાઓ મોડે સુધી રમતા હોય છે એટલે તેમને આવવા-જવામાં સરળતા રહે એ માટે  મહારાષ્ટ્ર મુંબઈ મેટ્રો ઑપરેશન કૉર્પોરેશન લિમિટેડ (MMMOCL) દ્વારા ૭ ઑક્ટોબર સોમવારથી લઈને ૧૧ ઑક્ટોબર શુક્રવાર સુધી મેટ્રોની સર્વિસ મધરાત સુધી મળી શકશે એટલું જ નહીં, છેલ્લી ટ્રેન તેના ડેસ્ટિનેશન પર દોઢ વાગ્યે પહોંચશે. આમ ખેલૈયાઓને રાતે મોડે સુધી મેટ્રોની સુવિધા મળી શકશે.

મુખ્ય પ્રધાન એકનાથ શિંદે જે મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટીના પણ વડા છે તેમની દોરવણી હેઠળ લોકોને આવવા-જવામાં સુવિધા રહે એ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ૭ ઑક્ટોબરથી ૧૧ ઑક્ટોબર દરમ્યાન રોજ રાતે આ વધારાની સર્વિસ દર પંદર મિનિટના અંતરે દોડાવવામાં આવશે.

રાતે ૧૧ વાગ્યા પછી વધારાની મેટ્રો ટ્રેનનું ટાઇમટેબલ

અંધેરી-વેસ્ટ (ડીએનનગર)થી

અંધેરી-ઈસ્ટ (ગુંદવલી)

ટ્રેન છૂટશે

ટ્રેન પહોંચશે

૨૩.૧૫

૦૦.૨૪

૨૩.૩૦

૦૦.૩૯

૨૩.૪૫

૦૦.૫૪

૦૦.૦૦

૦૧.૦૯

૦૦.૧૫

૦૧.૨૪

૦૦.૩૦

૦૧.૩૯

અંધેરી-ઈસ્ટ (ગુંદવલી)થી

અંધેરી-વેસ્ટ (ડીએનનગર)

ટ્રેન છૂટશે

ટ્રેન પહોંચશે

૨૩.૧૫

૦૦.૨૪

૨૩.૩૦

૦૦.૩૯

૨૩.૪૫

૦૦.૫૪

૦૦.૦૦

૦૧.૦૯

૦૦.૧૫

૦૧.૨૪

૦૦.૩૦

૦૧.૩૯

mumbai news mumbai mumbai metro mumbai traffic navratri festivals