વડોદરામાં ભારે વરસાદને પગલે મુંબઈથી બહારગામની કેટલીક ટ્રેનો કૅન્સલ થઈ ગઈ

29 August, 2024 08:59 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વેસ્ટર્ન રેલવેની માહિતી મુજબ ભારે વરસાદથી વડોદરા સહિતનાં અનેક રેલવે-સ્ટેશનોમાં ટ્રૅક પર પાણી આવી જવાને લીધે ટ્રેનવ્યવહારને અસર પહોંચી હતી

પ્રતીકાત્મક તસવીર

ગુજરાતમાં બે દિવસથી પડી રહેલા ભારે વરસાદને લીધે વેસ્ટર્ન રેલવેની મુંબઈથી બહારગામ જતી અને મુંબઈ આવતી અમુક ટ્રેન કૅન્સલ કરવામાં આવી છે. વેસ્ટર્ન રેલવેની માહિતી મુજબ ભારે વરસાદથી વડોદરા સહિતનાં અનેક રેલવે-સ્ટેશનોમાં ટ્રૅક પર પાણી આવી જવાને લીધે ટ્રેનવ્યવહારને અસર પહોંચી હતી. વલસાડ, તાપી, નવસારી, સુરત, નર્મદા અને પંચમહાલ જિલ્લામાં વરસાદે સૌથી વધુ મુશ્કેલી ઊભી કરી છે.

પાણી ફરી વળવાની સમસ્યાને લીધે ગઈ કાલે મુંબઈથી રવાના થનારી બાંદરા ટર્મિનસ–હરિદ્વાર સુપરફાસ્ટ એક્સપ્રેસ, બાંદરા ટર્મિનસ-મહુવા સુપરફાસ્ટ એક્સપ્રેસ, મુંબઈ સેન્ટ્રલ-નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસ કૅન્સલ કરવામાં આવી હતી. આજે મુંબઈ આવનારી દાદર-લાલગઢ રાણકપુર એક્સપ્રેસ, બાંદરા ટર્મિનસ-જયપુર સ્પેશ્યલ, બાંદરા ટર્મિનસ-જયપુર એક્સપ્રેસ, બાંદરા ટર્મિનસ-જોધપુર સૂર્યનગરી એક્સપ્રેસ, બાંદરા ટર્મિનસ-બિકાનેર સ્પેશ્યલ, દાદર-ભુસાવળ ખાનદેશ એક્સપ્રેસ, મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ ગુજરાત સુપરફાસ્ટ એક્સપ્રેસ અને આવતી કાલે આવનારી દાદર-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ રદ કરવામાં આવી છે.

Gujarat Rains vadodara mumbai gujarat gujarat news mumbai news