08 December, 2024 01:10 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પલટી ખાઈ ગયેલી કારને સીધી કરવા અન્ય રેસ્ક્યુ વેહિક્લને બોલાવવામાં આવ્યાં હતાં
બાંદરા-વરલી સી-લિન્ક પર શુક્રવારે રાતે ૯.૩૦ વાગ્યે પૂરઝડપે જઈ રહેલી કારના ડ્રાઇવરે સ્ટીઅરિંગ વ્હીલ પરથી કાબૂ ગુમાવતાં કાર પલટી ખાઈને બીજી કાર સાથે અથડાઈ હતી. બન્ને કારના પ્રવાસીઓનાં નસીબ સારાં કે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ નથી થઈ કે કોઈને ગંભીર ઈજા પણ નહોતી થઈ. ફક્ત ડ્રાઇવરને મામૂલી ઈજા થઈ હતી. આ ઘટનાની જાણ થતાં જ વરલી પોલીસ-સ્ટેશનનો સ્ટાફ ઘટનાસ્થળે ધસી ગયો હતો. કારમાં ફસાઈ ગયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. પલટી ખાઈ ગયેલી કારને સીધી કરવા અન્ય રેસ્ક્યુ વેહિક્લને બોલાવવામાં આવ્યાં હતાં. એ દરમ્યાન ટ્રાફિક-જૅમ થઈ જવાથી પોલીસે વાહનવ્યવહારને ધીમે-ધીમે ચાલુ કર્યો હતો.