Double Decker Express Train Detach: અમદાવાદથી મુંબઈ આવતી ડબલ ડેકર ટ્રેનના બે ડબ્બા પડ્યા છૂટા, ઊતર્યાં મુસાફરો

15 August, 2024 02:30 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

Double Decker Express Train Detach: અમદાવાદ-મુંબઈ ડબલ ડેકર એક્સપ્રેસ ટ્રેન નંબર 12932ના બે ડબ્બા અચાનક અલગ થઈ ગયા હતા.

એઆઈ નિર્મિત પ્રતીકાત્મક તસવીર

આજે અમદાવાદ-મુંબઈ ડબલ ડેકર ટ્રેનને લઈને એક મોટા સમાચાર (Double Decker Express Train Detach) સામે આવ્યા હતા. તમને જણાવી દઈએ કે અમદાવાદ-મુંબઈ ડબલ ડેકર ટ્રેનમાં મુસાફરી કરી રહેલા મુસાફરોનાં જીવ તાળવે ચોંટી ગયા હતા. 

આ ઘટનાનો વિડીયો જુઓ અહીં

ટ્રેનનાં બે ડબ્બા પડી ગયા છૂટા, અને પછી...
 
આજે સવારે આ ટ્રેનના બે ડબ્બા સુરત નજીક અલગ પડતાં (Double Decker Express Train Detach) ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. ત્યારે મુસાફરી કરેલ મુસાફરો ગભરાઈ ગયા હતા. જોકે બંને ડબ્બા છૂટા પડી ગયા બાદ આખી ટ્રેન થંભી ગઈ હતી. જેને કારણે મુસાફરો નીચે ઊતરી ગયા હતા. માહિતી મળતા જ તાબડતોબ રેલ્વેની તકનીકી ટીમ આ સમસ્યાનાં કારણની તપાસ કરવા પહોંચી આવી હતી. અત્યારે પ્રાથમિક તપાસમાં માલૂમ પડ્યું છે લે કપલર તૂટવાને કારણે બંને કોચ અલગ થઈ ગયા હતા.

સુરતના સયાન વિસ્તારમાં ગોથાણ રેલ્વે સ્ટેશન નજીક અમદાવાદ-મુંબઈ ડબલ ડેકર એક્સપ્રેસ ટ્રેન નંબર 12932ના બે ડબ્બા અચાનક અલગ થઈ ગયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટના સવારે 9 વાગ્યાની આસપાસ બની હતી. 

પશ્ચિમ રેલ્વેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આપી માહિતી 

અમદાવાદ- મુંબઈ ડબલ ડેકર ટ્રેનની આજની આ ઘટના (Double Decker Express Train Detach) બાદ પશ્ચિમ રેલ્વેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આપી માહિતી આપતા જણાવ્યું હતું કે, “ટ્રેન નંબર 12932 અમદાવાદ-મુંબઈ ડબલ ડેકર એક્સ્પના બે કોચ વડોદરા ડિવિઝનના ગોથાંગમ યાર્ડ પાસે 8:50 કલાકે અલગ થયા હતા. રિસ્ટોરેશન વર્ક પ્રગતિમાં છે; પાછળના અને આગળના ભાગોને પ્લેટફોર્મ પર લાવવામાં આવ્યા છે. અપ ટ્રેનો લૂપ લાઇનથી ચાલી રહી છે”

અત્યારે રેલવે વ્યવહાર ખોરવાયો હોવાની પણ માહિતી સામે આવી છે. મુંબઈ અને અમદાવાદથી આવતી ટ્રેનો તેના નિયત સમય કરતાં મોડી પડી રહી  છે. ડિટેચમેન્ટ થવાને કારણે અત્યારે રેલ ટ્રાફિક પ્રભાવિત થયો છે. જેના કારણે અમદાવાદ અને મુંબઈ વચ્ચેની ટ્રેનોનાં સમયમાં ફેરફાર થઈ થયો હોવાનું જણાઈ આવ્યું છે.આ ટ્રેનોમાં વિલંબ થઈ રહ્યો છે. 

પરંતુ તમને જણાવી દઈએ કે રેલ્વે વિભાગે ખાતરી આપી છે કે કોચને ફરીથી જોડવામાં આવશે અને ટ્રેન તેની મુસાફરી ફરી શરૂ કરશે. જો કે, આ વિક્ષેપ વિલંબમાં પરિણમ્યો છે. મુસાફરો તેમના નિર્ધારિત સમય કરતાં મોડા પહોંચશે એવી અપેક્ષા રાખી રહ્યા છે. અમદાવાદથી મુંબઈ આવી રહેલ ટ્રેનના બે ડબ્બા ગોઠણ અને કુદસદ વચ્ચે છૂટ પડી ગયા હતા.

અત્યારે બધુ જ થયું છે પૂર્વવત

ડિરેલ થવાના સમાચાર (Double Decker Express Train Detach) મળતાની સાથે જ પુનઃસ્થાપન કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું હતું. યુપી મુખ્ય લાઇન પર ટ્રાફિક લગભગ 11:22 કલાકે ફરી શરૂ કરવામાં આવ્યો હતો. 

mumbai news mumbai ahmedabad train accident western railway surat vadodara