ડબલ ડેકર બસના ચાહક હવે એ ખરીદવા માગે છે!

24 June, 2023 08:56 AM IST  |  Mumbai | Rajendra B Aklekar

દહિસરના રહેવાસી યતીન અંગારે છેલ્લાં બે વર્ષથી ડબલ ડેકર બસ ખરીદવાની યોજનામાં છે ઃ તેઓ કહે છે કે બસનો કમર્શિયલ ઉપયોગ નહીં કરે

૪૬ વર્ષના યતીન અંગારેની બે માળની હવેલીમાં ઑલમોસ્ટ દરેક મૉડલની ડબલ ડેકર બસને લગતાં લિટરેચર્સ અને જૂનાં કટિંગ્સનો ખજાનો છે. અનુરાગ અહિરે

ડબલ ડેકર બસ અને ટ્રેનના ઉલ્લેખથી યતીન અંગારેનો ચહેરો બાળકની જેમ ચમકી ઊઠે છે. દહિસર રેલવે સ્ટેશનની સામે રહેતા ૪૬ વર્ષના યતીન અંગારેની બે માળની હવેલી ઑલમોસ્ટ દરેક મૉડલની ડબલ ડેકર બસને લગતાં લિટરેચર્સ અને જૂનાં કટિંગ્સનો જાણે રિયલ ડેપો છે. તે પોતે જ મુંબઈમાં ચાલતી ડબલ ડેકર બસનાં સટિક મૉડલ તૈયાર કરે છે. બે વર્ષ પહેલાં યતીન અંગારેને જાણવા મળ્યું કે ડબલ ડેકર બસ હવે એના અંતિમ પડાવ પર છે ત્યારથી તેમણે ઓછીમાં ઓછી એક બસ મેળવવાનું નક્કી કર્યું છે. તેણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મેં પાર્કિંગની વ્યવસ્થા કરી લીધી છે અને એનો હું કમર્શિયલ ઉપયોગ નહીં કરું. એ મારા ફૅમિલી વેહિકલ તરીકે રહેશે. એનો ઉપયોગ હું દોસ્તો માટે કરીશ.’

યતીન અંગારેના નાના ભાઈ જિતેન્દ્રએ કહ્યું હતું કે ‘ડબલ ડેકર બસ અમારા પરિવારનો અભિન્ન અંગ છે. અમે થ્રી-ડી પ્રિન્ટરનો ઉપયોગ કરીને મુંબઈની ડબલ ડેકરનું દરેક મૉડેલ બનાવીએ છીએ.’
યતીનની માતા રેખા અંગારેએ કહ્યું હતું કે ‘અમારો પરિવાર ડબલ ડેકર પરિવાર રહ્યો છે! યતીનનો જન્મ કૂપર હૉસ્પિટલમાં થયો જે ડબલ ડેકર રૂટ પર હતી અને તેનું આ ઝનૂન ત્યારથી છે! હવે એ ઝનૂન અમારું પણ છે. ડબલ ડેકરને લગતો કોઈ ફોટો, નાનકડું રમકડું કે કંઈ પણ મળે એ ઘરે આવી જતું.’

મોટા ભાગની ડબલ ડેકર અને વિન્ટેજ બેસ્ટ વાહનો બેસ્ટના અણિક ડેપોમાં સ્ક્રૅપ માટે લાઇનમાં ઊભી છે, જે એક યુગના અંતનો સંકેત આપે છે.

brihanmumbai electricity supply and transport Mumbai news mumbai travel Mumbai rajendra aklekar dahisar