02 January, 2023 09:00 PM IST | Mumbai | Shilpa Bhanushali
પ્રતીકાત્મક તસવીર
વિશ્વમાં જ્યાં કોવિડ-19એ (Covid-19) ફરી પોતાનો કેર વરસાવવાનું શરૂ કરી દીધું છે ત્યારે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમે કોવિડ-19 સ્પ્રેડને લઈને અપોલો હૉસ્પિટલના ડૉક્ટર્સ સાથે ખાસ ચર્ચા કરી અને તેમને કેટલાક પ્રશ્નો પૂછ્યા જેના જવાબ આ પ્રમાણેના છે તો જાણો અહીં ડૉક્ટર્સને પૂછાયા કયા પ્રશ્નો, અને તેમણે શું જવાબ આપ્યા.
1. શું મુંબઈ/ ભારતે કોવિડ-19ના ફેલાવા માટે ડરવું કે ચિંતા કરવી જોઈએ?
મુંબઈ અને ભારતે કોવિડ-19ના નવા વેરિએન્ટ માટે વધારે ગભરાવું કે ચિંતા ન કરવી જોઈએ કારણકે આપણે ત્યાં ચીન જેટલું પૉપ્યુલેશન હજી ઑમિક્રોનના સંક્રમણથી સંક્રમિત તયું નથી અને 90 ટકા જેટલા લોકોનું વેક્સિનેશન બીએફ.7 સ્ટ્રેન માટે પહેલાથી થઈ ચૂકેલું છે કારણકે આ સ્ટ્રેન ભારત માટે નવું નથી. - ડૉ. લક્ષ્મણ જેસાણી
2. શેનું ધ્યાન રાખવું જોઈએ?
જે રીતે પહેલા ધ્યાન રાખવામાં આવ્યું તે જ રીતે આ વખતે પણ માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટેન્સનું પાલન કરવું અને સેનિટાઈઝરનો ઉપયોગ કરવો તથા જો કોવિડ-19ના લક્ષણો દેખાય તો ડૉક્ટરને બતાવવું વગેરે બાબતોનું ધ્યાન રાખવાનું રહેશે. - ડૉ. લક્ષ્મણ જેસાણી
3. શું આ 2020 જેવું જ બિહામણુ હશે?
2020 જેવું બિહામણુ તો નથી જ. પણ આપણે હવે કોવિડ સાથે જીવતા શીખી લેવું જોઈએ કારણકે એ તો હવે રહેવાનું જ છે. જો કે આપણે ડેલ્ટા વેવ દરમિયાન જેટલા મૃત્યુ જોવાનો વારો નહીં આવે પણ ધ્યાન રાખવું જરૂરી છે. - ડૉ. લક્ષ્મણ જેસાણી
4. શું ભારતીયોની ઈમ્યુન સિસ્ટમ અન્ય દેશોના નાગરિકો કરતા સારી છે? જો હા, તો કેમ?
ભારતીય નાગરિકો વધારે સારી હર્ડ ઇમ્યુનિટી ધરાવે છે તેની સાથે જ રસીકરણ થયા બાદ તેમનામાં સ્ટ્રોન્ગર એન્ટિબૉડી જન્મી છે જે તેમને સુરક્ષિત રાખે છે. શક્ય છે કે વિવિધ જાતના સંક્રમણોના સંપર્કમાં આવી ચૂક્યા હોવાથી પણ કોવિડ સામે ભારતીય નાગરિકો સારી રોગપ્રતિકારક શક્તિ ધરાવે છે. - ડૉક્ટર વૈશાલી લોખંડે, કન્સલ્ટન્ટ
5. શું શિયાળામાં વધારે જલ્દી આ ઈન્ફેક્શન ફેલાઈ શકે છે, વધુ સંવેદનશીલ બનાય છે? જો જવાબ હા છે, તો આથી બચવા માટે કયા પગલાં લેવા ફરજિયાત છે?
શિયાળામાં શ્વાસ સંબંધિત વાયરલ સંક્રમણનું પ્રમાણે અનેકગણું સામાન્ય રીતે પણ વધી જતું હોય છે. જેનું મૂળ કારણ તાપમાનમાં અને સૂર્યપ્રકાશનો ઓછો સંપર્ક હોઈ શકે છે અને આથી વિટામિન ડી પણ ઘટે છે જે આપણી રોગપ્રતિકારક શક્તિ પર ચોક્કસ રીતે અસર કરે છે. - ડૉક્ટર વૈશાલી લોખંડે, કન્સલ્ટન્ટ
આ પણ વાંચો : કોરોનાનો વાઇરસ મગજમાં આઠ મહિના સુધી રહે છે
અહીં આપેલી ટિપ્સ ફૉલો કરવાથી તમને ચોક્કસ રીતે મદદ મળી શકશે
1. નિયમિત ધોરણે શાકભાજી અને સીઝનલ ફળોમાંથી વિટામિનની સાથે પ્રોટીનની સારી માત્રા સાથે તંદુરસ્ત આહારની પસંદગી કરીને સારું પોષણ મેળવી શકાય છે.
2. હાથની સ્વચ્છતા મામલે માત્ર કોવિડ તબક્કા સુધી મર્યાદિત રાખવા કરતાં મોટાભાગના વાઈરસ ફોમીટ્સ અને એરોસોલ્સ દ્વારા ફેલાય છે તેથી હાથની સ્વચ્છતા હંમેશને માટે જાળવી રાખવી એક સારું પગલું છે.
3. વિટામીન ડી ભરપૂર માત્રામાં મળી રહે તેનું ધ્યાન રાખવું.
4. વાર્ષિક ફ્લૂના શૉટ્સ લેવાથી ફ્લૂ થવાની શક્યતા ઘટાડી શકાય છે અથવા એક્સપોઝર મામલે લક્ષણો ઘટાડી શકાય છે. વધારે ઠંડીમાં રહેવાનું ટાળવું જોઈએ.
5. નિયમિત કસરત અને પૂરતી ઊંઘ પણ મદદ કરે છે