મુંબઈ : બૉયફ્રેન્ડ અને ભાઈએ લોખંડવાલામાં આવેલા સૅલોંમાં કરી ભારે તોડફોડ

27 May, 2019 01:45 PM IST  |  મુંબઈ | દિવાકર શર્મા

મુંબઈ : બૉયફ્રેન્ડ અને ભાઈએ લોખંડવાલામાં આવેલા સૅલોંમાં કરી ભારે તોડફોડ

સૅલોં

પ્રખ્યાત બ્યુટી-કૅરની ચેઇનની લોખંડવાલામાં આવેલી સૅલોંના હેરસ્ટાઇલિસ્ટ સામે ૨૩ વર્ષની મૉડલ અને ઍક્ટ્રેસે ઓશિવરા પોલીસ-સ્ટેશનમાં છેડતીની ફરિયાદ કરી હતી.

ઍક્ટ્રેસે ફરિયાદની વિગતો વિશે

‘મિડ-ડે’ સાથે વાત કરતાં જણાવ્યું હતું કે  ‘લોખંડવાલા માર્કેટમાં આવેલી સ્પાની સૅલોંમાં ૧૬ મેએ હું હેર-સ્પા કરાવવા ગઈ હતી. ૨૪ વર્ષના હેરસ્ટાઇલિસ્ટ સાદિક અન્સારીઅ મને એપ્રન પહેરાવીને હેડ-મસાજ આપવાનું શરૂ કર્યું. માથામાં મસાજ કરતાં અચાનક તેણે મારી સાથે અણછાજતું વર્તન કર્યું હતું. મેં ચીસ પાડતાં જ તે ‘સૉરી મૅડમ’ કહીને પોતાનું કામ કરવા માંડ્યો હતો. મેં તરત જ સૅલોંની મહિલા મૅનેજરને આ વાતની જાણ કરી હતી. જોકે અચાનક બે અજાણ્યા માણસોએ આવીને સાદિકને માર મારવાનું શરૂ કરી દીધું હતું. આ બધી ઘટનાથી ડરીને હું રિક્ષા પકડીને ઘરે રવાના થઈ ગઈ હતી.’

મૂળ દિલ્હીની રહેવાસી આ એક્ટ્રેસ છેલ્લાં ચાર વર્ષથી તેની મમ્મી સાથે મુંબઈમાં રહે છે. લેમન સૅલોંનાં સૂત્રોએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘ઍક્ટ્રેસે સૌપ્રથમ તો સાદિક વિરુદ્ધ પાયાવિહોણા આક્ષેપ મૂક્યા છે અને બીજું, તેના બૉયફ્રેન્ડ અભિમન્યુ ચૌધરીને ફોન કરીને બોલાવ્યો જેણે તેના નાના ભાઈ અનુરાગ સાથે સૅલોંમાં આવી સાદિકની પિટાઈ શરૂ કરી દીધી હતી. એ બન્ને પાસે ધારદાર હથિયાર હતાં. અમારા બાંદરાથી મીરા રોડ સુધી કુલ ૧૦ સૅલોં છે. ટીવી અને ફિલ્મઉદ્યોગની સેલિબ્રિટીઝ અમારા ગ્રાહકો છે. તે પહેલી વાર જ અમારા સૅલોંમાં આવી હતી અને તેણે તમાશો કરી દીધો.’

આ પણ વાંચો : બ્લડ-બૅન્કો ઈ-રક્તકોષ પર બ્લડ સ્ટૉક અપલોડ નહીં કરે તો લાઈસન્સ રદ્દ

હાલમાં સાદિક હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે.  પોલીસે સાદિક વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. હૉસ્પિટલમાંથી બહાર આવતાં જ સાદિકની ધરપકડ કરવામાં આવશે.

mumbai mumbai news mumbai crime news