Diva Station: મુંબઈ લોકલમાંથી ચોરે ઝૂંટવેલો ફૉન તો પાછો આવ્યો પણ...

21 February, 2024 11:15 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Diva Station: મુસાફરોએ તરત જ ચોરને પકડી લીધો અને વ્યક્તિ જેની ઓળખ શશિકાંત શિંદે તરીકે થઈ છે તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો

મોબાઈલ ચોરની પ્રતીકાત્મક તસવીર

દિવા રેલ્વે સ્ટેશન (Diva Station) પરથી એક સમાચાર સામે આવી રહ્યા છે. એક લોકલ મુસાફરના હાથમાંથી મોબાઈલ ઝૂંટવીને હિટ ગેંગના ચોર ભાગ્યા હતા. જોકે, જ્યારે આ ઘટના બની ત્યારે સમગ્ર સ્ટેશન પર ભાગદોડ મચી ગઈ હતી. તમને જણાવી દઈએ કે રેલવે પોલીસે આ રીતે વ્યક્તિના હાથમાંથી મોબાઈલ ઝૂંટવીને ભાગનાર ચોરની ધરપકડ કરી લીધી છે. 

પરંતુ આ ઘટનાને પગલે રેલ્વે મુસાફરો (Diva Station)ની સલામતીનો મુદ્દો સામે આવ્યો છે. રેલવે સ્ટેશનમાં હિટ ગેંગ ફરી સક્રિય થાય તેવી નાગરિકોએ માંગ કરી છે. થયું એમ કે મુસાફર પ્લેટફોર્મ અને લોકલ ગાડી વચ્ચે રહેલી જગ્યામાં પડી ગયો હતો. અને લોકલની નીચે આવી જતાં તેનો ડાબો હાથ ગુમાવવો પડ્યો હતો. 

જોકે, મુસાફરોએ તરત જ ચોરને પકડી લીધો અને વ્યક્તિ જેની ઓળખ શશિકાંત શિંદે તરીકે થઈ છે તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ અંગે થાણે લોહમાર્ગ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.

શું છે સમગ્ર મામલો? 

પ્રાપ્ત માહિતી અનુસાર શશિકાંત કુમાર જેની ઉંમર 22 વર્ષ તરીકે બતાવવામાં આવી રહી છે. શશિકાંત કુમાર નવી મુંબઈના ઘણસોલી વિસ્તારમાં રહે છે. શશિકાંત શિંદે રવિવારે વાંગાણીમાં રહેતી તેની બહેનના ઘરે ગયો હતો. ત્યાંથી રાત્રે લોકલ ટ્રેનમાં ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી. તે લોકલના દરવાજા પર ઊભો રહીને મુસાફરી કરી રહ્યો હતો. જ્યારે લોકલ ટ્રેન 11:55 વાગ્યે દિવા સ્ટેશન (Diva Station) પર પહોંચી ત્યારે દિવા સ્ટેશનના પ્લેટફોર્મ નંબર બે પર ઊભેલા ગણેશ શિંદેએ તેને હાથ પર જોરથી માર્યો અને તેનો મોબાઈલ ફોન ઝૂંટવી લીધો હતો. અને ત્યાંથી ભાગવા લાગ્યો હતો.

આ રીતે પોતાનો મોબાઈલ લેવા અને ચોરને પકડવા દોડતા તેણે સંતુલન ગુમાવ્યું અને નીચે પડી ગયો હતો. આ ઘટના બાદ અન્ય મુસાફરોએ તરત જ ગણેશ શિંદેને પકડીને પોલીસને હવાલે કર્યો હતો. પરંતુ પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચેની જગ્યામાં પડવાને કારણે શશિકાંતનો ડાબો હાથ લોકલની નીચે આવી ગયો હતો. 

પોલીસની મદદથી પસાર થતા લોકોએ ઘાયલ શશિકાંતને હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. થાણે લોહમાર્ગ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે અને પોલીસે ગણેશની ધરપકડ કરી છે.

Diva Station: અવારનવાર આ રીતે લોકલના પ્રવાસીઓના હાથમાંથી મોબાઈલ ઝૂંટવીને ફરાર થતાં ચોરોના મામલા સામે આવે છે. ખાસ કરીને તો લોકલ ગાડીના દરવાજે ઉભેલા મુસાફરોને આ ગેંગ લૂંટતી હોય છે. આ રીતે મુસાફરોને લૂંટવા માટે ફરી ચોરોની ગેંગ સક્રિય થઈ હોય જણાઈ રહ્યું છે. મુસાફરો રેલવે પ્રશાસનને આ મુદ્દે પગલાં લેવા જણાવી રહ્યા છે.

mumbai news mumbai mumbai local train mumbai trains mumbai police mumbai crime news