midday

દિંડોશી પોલીસ-સ્ટેશનના કૉન્સ્ટેબલનું માંજાથી ગળું ચિરાઈ જતાં મૃત્યુ

25 December, 2023 08:14 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દિંડોશી પોલીસ-સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ-કૉન્સ્ટેબલ સમીર સુરેશ જાધવનું ગઈ કાલે બપોરે ઘરે પાછા ફરતી ‍વખતે ગળામાં માંજો ભેરવાઈ જતાં ગળું ચિરાઈ જતાં મૃત્યુ થયું છે
સમીર સુરેશ જાધવ

સમીર સુરેશ જાધવ

મુંબઈ: દિંડોશી પોલીસ-સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ-કૉન્સ્ટેબલ સમીર સુરેશ જાધવનું ગઈ કાલે બપોરે ઘરે પાછા ફરતી ‍વખતે ગળામાં માંજો ભેરવાઈ જતાં ગળું ચિરાઈ જતાં મૃત્યુ થયું છે. 
દિંડોશી પોલીસ-સ્ટેશન તરફથી માહિતી આપતાં કહેવાયું કે ‘સમીર જાધવ વરલીની બીડીડી ચાલમાં રહેતો હતો. ગઈ કાલે બપોરે તે ફરજ પરથી ઘરે બાઇક પર જઈ રહ્યો હતો ત્યારે વાકોલા બ્રિજ પાસે તેના ગળામાં માંજો ભેરવાતાં તેનું ગળું ચિરાઈ ગયું હતું. તેનો આવો અકસ્માત થયો હોવાની જાણ થતાં ખેરવાડી પોલીસ-સ્ટેશનની મોબાઇલ વૅન ત્યાં ધસી ગઈ હતી અને તેને તાત્કાલિક સાયન હૉસ્પિટલ લઈ જવાયો હતો, જ્યાં ડૉક્ટરોએ તેને મૃત્યુ પામેલો જાહેર કર્યો હતો.’

Whatsapp-channel
mumbai news dindoshi mumbai crime news mumbai