હું એક માતાના રૂપમાં વિનંતી કરું છું, વાયુ-પ્રદૂષણનો ઉપાય કરો

29 January, 2025 12:34 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈના ખરાબ હવામાન વિશે દિયા મિર્ઝાએ મુખ્ય પ્રધાનને અપીલ કરી

દિયા મિર્ઝા

મુંબઈમાં છેલ્લા કેટલાક સમયથી હવાની ક્વૉલિટી ખરાબ થઈ રહી છે એને ધ્યાનમાં રાખીને અભિનેત્રી અને પર્યાવરણપ્રેમી દિયા મિર્ઝાએ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ‌ફડણવીસને ટૅગ કરતી એક પોસ્ટ તેના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં કરી હતી. એમાં દિયાએ લખ્યું હતું કે ‘સર, દેવેન્દ્ર ફડણવીસ, મુંબઈ અને મહારાષ્ટ્રમાં વાયુ-પ્રદૂષણનું સ્તર અમારાં બાળકોનાં ફેફસાં અને આરોગ્યને ખૂબ હાનિ પહોંચાડી રહ્યું છે. હું એક માતાના રૂપમાં અપીલ કરું છું કે આ મામલે તાત્કાલિક ધ્યાન આપો.’

દિયા મિર્ઝાએ કરેલી પોસ્ટમાં મુંબઈનાં જુદાં-જુદાં સ્થળોના ઍર-ક્વૉલિટી ઇન્ડેક્સ (AQI)નો નકશો પણ શૅર કર્યો હતો.

dia mirza devendra fadnavis environment mumbai air pollution health tips news mumbai news