02 December, 2024 12:47 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ધારાવી સોશ્યલ મિશન
ધારાવીની કાયાપલટ કરવા માટે બનાવવામાં આવેલી ધારાવી રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ (DRPPL) નામની કંપનીએ ધારાવી સોશ્યલ મિશન (DSM) નામની એક વિન્ગ પણ બનાવી છે. DSM એક એવી પહેલ છે જે ધારાવીનાં યુવાનો, મહિલાઓ અને વંચિત લોકોને કૌશલ્ય-આધારિત રોજગાર, શિક્ષણ, હેલ્થ જેવી બાબતોમાં સપોર્ટ કરવા માગે છે. એના માટે DSM બ્યુટી-થેરપી જેવા કોર્સિસ વિનામૂલ્ય ઑફર કરે છે અને આવા કોર્સિસની મદદથી ધારાવીની મહિલાઓ ઘરે જ સૅલોં શરૂ કરીને પરિવાર માટે ફાઇનૅન્શિયલ સપોર્ટ-સિસ્ટમ બની રહી છે.