ધારાવી રીડેવલપમેન્ટ પ્રોજેક્ટનું ભૂમિપૂજન રોકવાનો ધારાવી બચાઓ આંદોલનનો નિર્ધાર

11 September, 2024 07:06 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પ્રોજેક્ટનો વિરોધ કરી રહેલા ધારાવી બચાઓ આંદોલને એ ભૂમિપૂજન નહીં થવા દઈએ એવો નિર્ધાર વ્યક્ત કર્યો છે

ધારાવી

ધારાવી રીડેવલપમેન્ટની કોઈ પણ બ્લુપ્રિન્ટ જાહેર ન કરીને એનું રીડેવલપમેન્ટ હાથ પર લેનારી અદાણી ગ્રુપની કંપની ધારાવી રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ આવતી કાલે માટુંગાના RPF મેદાનમાં એનું ભૂમિપૂજન કરવાની છે ત્યારે આ પ્રોજેક્ટનો વિરોધ કરી રહેલા ધારાવી બચાઓ આંદોલને એ ભૂમિપૂજન નહીં થવા દઈએ એવો નિર્ધાર વ્યક્ત કર્યો છે. આંદોલનને સફળ બનાવવા એના કાર્યકરો આગલી રાતથી જ એટલે કે આજે રાતથી જ ભૂમિપૂજનના સ્થળની નજીક સાંકળી ઉપપોષણ પર બેસવાના છે. તેમના આ આંદોલનને કારણે ફરી એક વખત ધારાવી રીડેવલપમેન્ટનો વિવાદ વકરે એવી શક્યતાઓ જણાઈ રહી છે. આંદોલનકર્તાઓનું કહેવું છે કે તેમની જે માગણી છે એ બાબતે જ્યાં સુધી કંપની તરફથી સ્પષ્ટતા નહીં થાય ત્યાં સુધી એ ભૂમિપૂજન કેવી રીતે કરી શકે?

mumbai news mumbai dharavi mulund