સ્પાઇસ જેટ પાછી સર્વેલન્સ પર

30 August, 2024 02:14 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફાઇનૅન્શિયલ તકલીફ અને વારંવાર થતાં કૅન્સલેશનને લીધે ભરવામાં આવ્યું આ પગલું

પ્રતીકાત્મક તસવીર

સ્પાઇસ જેટની ફ્લાઇટ વારંવાર કૅન્સલ થતી હોવાથી તેમ જ ઍરલાઇન્સ ફાઇનૅન્શિયલ તકલીફમાં હોવાથી છેલ્લાં બે વર્ષમાં બીજી વાર ડિરેક્ટર જનરલ ઑફ સિવિલ એવિયેશન (DGCA)એ એને સર્વેલન્સ પર રાખી છે. એનો અર્થ એ થાય છે કે ઑપરેશન્સની સેફ્ટીને ધ્યાનમાં રાખીને સ્પાઇસ જેટની ફ્લાઇટનું સ્પૉટ ચેકિંગ અને નાઇટ ઑડિટ વધારી દેવામાં આવ્યું છે.
સ્પાઇસ જેટે અમુક ફી ન ભરી હોવાથી તાજેતરમાં દુબઈ ઍરપોર્ટ પર અનેક વાર પૅસેન્જર્સને ચેક-ઇન કરવા નહોતું મળ્યું. પરિણામે સ્પાઇસ જેટની ફ્લાઇટે પૅસેન્જર્સને લીધા વગર જ આવવું પડ્યું હતું. જોકે સ્પાઇસ જેટ તરફથી ત્યારે કહેવામાં આવ્યું હતું કે ઑપરેશનલ કારણોસર ફ્લાઇટ કૅન્સલ કરવામાં આવી હતી, પણ અમે પૅસેન્જર્સને બીજી ફ્લાઇટમાં શિફ્ટ કર્યા હતા અથવા તો તેમને રીફન્ડ આપી દીધું હતું.

spicejet mumbai news mumbai navi mumbai airport mumbai domestic airport mumbai airport