મહારાષ્ટ્ર મંદિર મહાસંઘે કરી માગણી : શ્રી સિદ્ધિવિનાયક મંદિરની જેમ તમામ મંદિરોમાં ભક્તોને તિલક કરવું જોઈએ

07 November, 2024 10:55 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હિન્દુ ધર્મમાં કપાળમાં તિલક કરવાનું ખાસ આધ્યા‌ત્મિક મહત્ત્વ છે.

સિદ્ધિવિનાયક મંદિર

મુંબઈના પ્રભાદેવી વિસ્તારમાં આવેલા ગણપતિના વિખ્યાત શ્રી સિદ્ધિવિનાયક મંદિરમાં ગયા અઠવાડિયે ગણપતિબાપ્પાનાં દર્શન કર્યા બાદ ભક્તોના કપાળે તિલક કરવાની શરૂઆત કરવામાં આવી છે. આવી જ રીતે દરેક મંદિરમાં તિલક કરવામાં આવે એવી વ્યવસ્થા મંદિરના પ્રશાસને કરવી જોઈએ એવી માગણી મહારાષ્ટ્ર મંદિર મહાસંઘે કરી છે.

મંદિર મહાસંઘના રાષ્ટ્રીય સંયોજક સુનીલ ઘનવટે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હિન્દુ ધર્મમાં કપાળમાં તિલક કરવાનું ખાસ આધ્યા‌ત્મિક મહત્ત્વ છે. કપાળમાં તિલક લગાવવાથી ભક્તોને દૈવી શક્તિ અને ચૈતન્યનો લાભ થાય છે. તિલક ભગવાન પ્રત્યે ભક્તિભાવ વધારવામાં પણ મદદરૂપ થાય છે. મુંબઈના શ્રી સિદ્ધિવિનાયક મંદિરે દર્શન કર્યા બાદ ભક્તોના કપાળે તિલક કરવાની પ્રથા શરૂ કરી છે એ ખૂબ જ સારો નિર્ણય છે. આવી જ રીતે રાજ્યનાં તમામ મંદિરોમાં વ્યવસ્થા કરવી જોઈએ એવી અમારી માગણી છે.’

mumbai news mumbai siddhivinayak temple religious places maharashtra news hinduism