ઉદ્ધવ ઠાકરેનો હવે જનાધાર નથી રહ્યો, પણ ઓવર-કૉન્ફિડન્સમાં વિકેટ નહીં પડવા દેતા

02 October, 2024 11:38 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અમિત શાહની હાજરીમાં કાર્યકરોની બેઠકમાં ફડણવીસે કહ્યું…

ગઈ કાલે દાદરના યોગી સભાગૃહમાં અમિત શાહ અને અન્ય નેતાઓ સાથે દેવેન્દ્ર ફડણવીસ. (તસવીર - સૈયદ સમીર અબેદી)

દાદરના યોગી સભાગૃહમાં ગઈ કાલે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની હાજરીમાં આયોજિત કરવામાં આવેલી ભારતીય જનતા પાર્ટી (BJP)ના પદાધિકારીઓ અને કાર્યકરોની બેઠકમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને રાજ્યના BJPના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘આપણા બધા વિરોધી સંગઠિત થયા છે. તેઓ ચૂંટણીમાં વિજય મેળવવા માટે કોઈ પણ તડજોડ કરવા તૈયાર છે. આથી અતિ આત્મવિશ્વાસમાં કે ગાફેલ નહીં રહેતા. રાજ્ય સરકારે કરેલા કામથી જનતા ખુશ છે. રાજ્યના ત્રણ કરોડથી વધુ લોકો વિવિધ યોજનામાં લાભાર્થી છે. આ લાભાર્થીના મત આપણને મળશે તો રાજ્યમાં ફરી મહાયુતિની સરકાર બનશે. ઉદ્ધવ ઠાકરેનો જનાધાર ખતમ થઈ ગયો છે. મરાઠી અને હિન્દુઓના મત તેમની સાથે નથી એટલે તેમની સભામાં લીલા ઝંડા ફરકે છે. જોકે આપણે ફરી સત્તામાં આવવાના જ છીએ એમ માનીને આપણી વિકેટ નહીં પડવા દેતા.’

amit shah devendra fadnavis bharatiya janata party uddhav thackeray political news maharashtra assembly election 2024