News in Shorts: નાગપુરમાં દેવાભાઉનું  ભવ્ય સ્વાગત, મુંબઈને ચકાચક કરીએ, મહાકુંભનું કાઉન્ટડાઉન શરૂ

16 December, 2024 03:25 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દેવેન્દ્ર ફડણવીસનું નાગપુરમાં ભવ્ય સ્વાગત થયું, BMC કર્મચારીઓએ ચર્ચગેટના રસ્તા સાફ કર્યા, અને પ્રયાગરાજમાં મહાકુંભની શોભાયાત્રા શરૂ થઈ.

દેવેન્દ્ર ફડણવીસ, બીમેસી મુંબઈ(નીચે ડાબે), કુંભમેલા(નીચે જમણે)

નાગપુરમાં દેવાભાઉનું  ભવ્ય સ્વાગત

ગઈ કાલે પ્રધાનમંડળના શપથવિધિ સમારંભ માટે હોમટાઉન નાગપુર પહોંચેલા દેવેન્દ્ર ફડણવીસને સ્વાગતરૅલીમાં ભવ્ય આવકાર આપવામાં આવ્યો હતો. તેમની સાથે પત્ની અમૃતા ફડણવીસ પણ હતાં.

મુંબઈને ચકાચક કરીએ

ગઈ કાલે ચર્ચગેટમાં BMCના કર્મચારીઓ રસ્તા ધોઈ રહ્યા હતા.

મહાકુંભનું કાઉન્ટડાઉન શરૂ

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ૧૩ જાન્યુઆરીથી મહાકુંભ શરૂ થઈ રહ્યો છે ત્યારે ત્યાં રોજેરોજ સરઘસો નીકળી રહ્યાં છે. ગઈ કાલે કિન્નર અખાડાના સરઘસ દરમ્યાન આ દૃશ્ય જોવા મળ્યું હતું.

brihanmumbai municipal corporation churchgate kumbh mela uttar pradesh mumbai mumbai news news national news