Dev Deepawali 2023: ક્યારે છે દેવ દિવાળી? અહીં જાણો શુભ મૂહુર્ત

25 November, 2023 01:19 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Dev Deepawali 2023: કાર્તિક પૂર્ણિમાના દિવસે ઊજવે છે દેવ દિવીળી, પણ આ વર્ષે અલગ-અલગ દિવસે કેમ? જાણો જ્યોતિષાચાર્ય પાસેથી તારીખ અને શુભ મૂહુર્ત

દેવ દિવાળી (તસવીર સૌજન્ય મિડ-ડે)

Dev Deepawali 2023: હિંદૂ કેલેન્ડર પ્રમાણે, દેવ દિવાળી કાર્તિક પૂર્ણિમાની તિથિના દિવસે ઉજવે છે. આ વખતે દેવ દિવાળી કાર્તિક પૂર્ણિમાથી એક દિવસ પહેલા જ ઉજવવામાં આવશે. જ્યારે કાર્તિક પૂર્ણિમા સ્નાન અને દાન દેવ દિવાળીના આગલા દિવસે સવારે થશે. આ વર્ષે દેવ દિવાળી અને કાર્તિક પૂર્ણિમા બન્ને અલગ-અલગ દિવસે કેમ છે? આ વિશે સવિસ્તર જાણો અહીં.

કાર્તિક પૂર્ણિમા 2023 તિથિ મૂહુર્ત
પંચાંગ પ્રમાણે, 26 નવેમ્બર રવિવારના દિવસે બપોરે 3 વાગીને 53 મિનિટથી કાર્તિક પૂર્ણિમાની તિથિ પ્રારંભ થઈ જશે અને આ 27 નવેમ્બરના રોજ સોમવારના દિવસે બપોરે 2.45 મિનિટ સુધી રહેશે. કાર્તિક પૂર્ણિમાના વ્રત અને સ્નાન-દાન 27 નવેમ્બરના રોજ સોમવારે થશે.

દેવ દિવાળી 2023 ક્યારે છે?
Dev Deepawali 2023: આ વર્ષે દેવ દિવાળી કાર્તિક પૂર્ણિમાથી એક દિવસ પહેલા એટલે કે 26 નવેમ્બર રવિવારના રોજ ઊજવવામાં આવશે. હકીકતે કાર્તિક પૂર્ણિમા તિથિને પ્રદોષ કાળમાં દેવ દિવાળી ઊજવે છે. આ વર્ષે 27 નવેમ્બરે કાર્તિક પૂર્ણિમાના દિવસે પ્રદોષ કાળ નથી મળી રહ્યો કારણકે પૂર્ણિમાની તિથિ બપોરે જ ખતમ થઈ જાય છે.

એવામાં 26 નવેમ્બરના રોજ કાર્તિક પૂર્ણિમા તિથિ બપોરે 3. 53 વાગ્યાથી શરૂ થઈ રહી છે અને તે દિવસે પ્રદોષ કાળ પ્રાપ્ત થઈ રહ્યો છે. સૂર્યાસ્ત પછીથી પ્રદોષ કાળ શરૂ થાય છે. કાર્તિક પૂર્ણિમા તિથિમાં પ્રદોષ કાળ 26 નવેમ્બરના છે, આ કારણે દેવ દિવાળી તે જ દિવસે ઉજવવામાં આવશે.

દેવ દિવાળી 2023 શુભ મૂહુર્ત
Dev Deepawali 2023: 26  નવેમ્બરના દેવ દિવાળીના શુભ મૂહુર્ત સાંજે 5.08 વાગ્યાથી સાંજે 7.47 વાગ્યા સુધી છે. દેવ દિવાળીને તમે ભગવાન શિવ અને દેવતાઓ માટે દીપ સૂર્યાસ્ત પછી પ્રગટાવી શકો છો. આ દિવસે તમારે ઘીના દીવા કરવા જોઈએ. આ સિવાય તમે ઈચ્છો તો તલના તેલના દીવા પણ પ્રગટાવી શકો છો. દેવી અને દેવતાઓ માટે ઘીના દીવા પ્રગટાવવા શુભ માનવામાં આવે છે.

દેવ દિવાળી 2023 શુભ યોગ
આ વર્ષે દેવ દિવાળીના અવસરે રવિ યોગ, પરીઘ યોગ અને શિવ યોગ બની રહ્યા છે. રવિ યોગ સવારે 6.52 વાગ્યાથી બપોરે 2.05 વાગ્યા સુધી છે. પરીઘ યોગ સવારથી મોડી  રાતે 12.37 વાગ્યા સુધી છે, ફરી શિવ યોગ બની રહ્યો છે.

કેમ ઊજવવામાં આવે છે દેવ દિવાળી?
Dev Deepawali 2023: ધાર્મિક માન્યતાઓ પ્રમાણે, ભગવાન શિવે ત્રિપુરાસુર નામક રાક્ષસનો વધ કર્યો હતો, તે દેવી અને દેવતાઓને પોતાના આતંકથી હેરાન પરેશાન કરી મૂક્યા હતા. તેમના વધથી ખુશ થઈને બધા દેવી દેવતા કાશી નગરી પહોંચ્યા. ત્યાં બધાએ ગંગા સ્નાન બાદ દીવા પ્રગટાવ્યા અને શિવ પૂજન કર્યું. દેવ દિવાળી અધર્મ પર ધર્મની જીતનું પ્રતીક છે. દર વર્ષે કાર્તિક પૂર્ણિમા તિથિને પ્રદોષ કાળમાં દેવ દિવાળી ઉજવવામાં આવે છે.

mumbai news diwali astrology Mumbai whats on mumbai