ડૉક્ટરે ઘરની બહાર નીકળવાની ના પાડી હોવા છતાં મત આપવા માટે ગયાં વિલે પાર્લેનાં રૂપા દોશી

21 May, 2024 10:26 AM IST  |  Mumbai | Urvi Shah Mestry

ડૉક્ટરે ઘરથી બહાર નીકળવાની મનાઈ કરી છે, પરંતુ વોટ કરવું એટલું જ મહત્ત્વનું હતું

રૂપા દોશી

વિલે પાર્લેમાં રહેતાં ૬૨ વર્ષનાં રૂપા દોશીએ બે મહિના પહેલાં વૉકિંગ દરમ્યાન પડી જવાથી પગની મસલ્સ રિપેરની સર્જરી કરાવી હતી. ડૉક્ટરે મને સંપૂર્ણ બેડ-રેસ્ટ કરવાનું કહ્યું છે. રૂપા દોશીએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘પરિવારના સપોર્ટથી વિલે પાર્લેના વોટિંગ-સેન્ટર જઈને મેં મતદાન કરીને મારી ફરજ બજાવી હતી. મને ડૉક્ટરે ઘરથી બહાર નીકળવાની મનાઈ કરી છે, પરંતુ વોટ કરવું એટલું જ મહત્ત્વનું હતું એટલે મેં મક્કમ મન રાખીને મારા પરિવારના સપોર્ટથી વોટિંગ કર્યું હતું. મને બહુ આનંદ થયો હતો. થોડી વાર માટે તો હું મારા પગનું દર્દ પણ ભૂલી ગઈ હતી.’

mumbai news mumbai Lok Sabha Election 2024 gujaratis of mumbai