એક લાખથી વધુ લોકોને સરકારી નોકરી આપશે મહારાષ્ટ્ર સરકાર- ફડણવીસ

03 July, 2024 03:17 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું, "નોકરીઓમાં ભરતી પારદર્શી રીતે થઈ રહી છે. અમરાવતીમાં તલાટી પરીક્ષા સિવાય, અમે કૉમ્પિટેટીવ પરીક્ષાઓમાં પેપર લીક વિરુદ્ધ એક નવો કાયદો પણ લાવી રહ્યા છીએ. આ કાયદો આ સત્રમાં જ લાવવામાં આવશે."

દેવેન્દ્ર ફડણવીસ (ફાઈલ તસવીર)

ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું, "નોકરીઓમાં ભરતી પારદર્શી રીતે થઈ રહી છે. અમરાવતીમાં તલાટી પરીક્ષા સિવાય, અમે કૉમ્પિટેટીવ પરીક્ષાઓમાં પેપર લીક વિરુદ્ધ એક નવો કાયદો પણ લાવી રહ્યા છીએ. આ કાયદો આ સત્રમાં જ લાવવામાં આવશે."

મહારાષ્ટ્ર (Maharashtra)ના ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis)એ સોમવારે કહ્યું કે તેમની સરકાર દ્વારા સરકારી નોકરીઓમાં કુલ એક લાખ આઠ હજાર પદ પર ભરતી કરવામાં આવશે. તેમણે કહ્યું કે 57,452 અરજકર્તાઓને નિયુક્તિ પત્ર આપવામાં આવ્યા છે.

મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેના નેતૃત્વમાં અનેક નવી સરકાર બન્યા બાદ ઑગસ્ટ 2022માં ભરતી શરૂ થઈ. 75 હજાર પદ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.

`3 મહિનામાં પૂરી થશે ભરતીની પ્રક્રિયા...`
દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે ભરતી પારદર્શી રીતે થઈ રહી છે. અમરાવતીમાં તલાટી પરીક્ષા સિવાય, અમે પ્રતિયોગી પરીક્ષાઓમાં પેપર લીક વિરુદ્ધ એક નવો કાયદો પણ લાવી રહ્યા છીએ. આ કાયદો આ સત્રમાં જ લાવવામાં આવશે.

વિધાનસભામાં વિપક્ષના ધારાસભ્ય બાળાસાહેબ થોરાટે પેપર લીકની ઘટનાઓ પર કાર્યવાહી કરવાની માંગ કરી હતી. થોરાટે કહ્યું હતું કે યુવાનો સ્પર્ધાત્મક પરીક્ષાઓની સખત તૈયારી કરે છે, જ્યારે આ પરીક્ષાઓમાં પેપરો લીક થવા લાગ્યા છે અને કરોડોનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. બાળાસાહેબ થોરાટે કહ્યું કે પેપર લીક કેસમાં દોષિતોને 10 વર્ષની જેલની સજા થવી જોઈએ.

આના જવાબમાં દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે રાજ્ય સરકાર સરકારી નોકરીઓ માટે લેવામાં આવતી સ્પર્ધાત્મક પરીક્ષાને પારદર્શક રાખવાનો પ્રયાસ કરી રહી છે. આ માટે સરકારે વિવિધ સંસ્થાઓ અને શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો સાથે ચર્ચા કરી છે. ટૂંક સમયમાં આ સત્રમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓને લઈને કડક કાયદો બનાવવામાં આવશે.

ડેપ્યુટી સીએમ ફડણવીસે વિપક્ષી નેતાઓના સવાલોના જવાબ આપતા આ જાહેરાત કરી હતી. કોંગ્રેસના નેતા બાલાસાહેબ થોરાટ, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્ય રોહિત પવાર, ભારતીય જનતા પાર્ટીના આશિષ શેલાર અને શિવસેનાના ભાસ્કર જાધવે પ્રશ્ન કર્યો હતો કે શું સરકાર આવા પેપર લીકને રોકવા માટે કડક પગલાં લેશે.

કેન્દ્ર સરકારની તર્જ પર રાજ્યમાં કાયદો બનશે
ડેપ્યુટી સીએમ ફડણવીસે કહ્યું કે અગાઉની રાજ્ય સરકારે પણ આવો જ કાયદો બનાવવાનો નિર્ણય લીધો હતો અને કેન્દ્ર સરકારે પેપર લીક અંગે કાયદો બનાવી લીધો છે. તેમણે કહ્યું કે આ મુદ્દા પર તાજેતરમાં વિદ્યાર્થીઓના પ્રતિનિધિમંડળ સાથે ચર્ચા કરવામાં આવી હતી, જેમાં તેમણે તેમને કહ્યું હતું કે સરકાર વર્તમાન સત્ર દરમિયાન આ મુદ્દા પર કાયદો ઘડવા માંગે છે.

નાના પટોલેએ કડક કાયદાના અમલની હિમાયત કરી હતી
તમને જણાવી દઈએ કે વિધાનસભાના ચોમાસા સત્રમાં NEET (નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ)ના પ્રશ્નપત્ર લીક થવા અને અન્ય પરીક્ષાઓમાં ગેરરીતિના આરોપોને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ રાજ્ય સરકારને કડક કાયદો ઘડવા જણાવ્યું છે. આવા લીકને રોકવા અને જવાબદારોને સજા કરવા વિનંતી કરી.

ફડણવીસે પરીક્ષા યોજવામાં સામેલ અધિકારીઓની પ્રશંસા કરી અને કહ્યું કે તેઓએ તેમની જવાબદારીઓ ઉત્તમ રીતે નિભાવી છે. જોકે ડેપ્યુટી સીએમએ કેટલીક જગ્યાએ વિક્ષેપ પેદા કરવાના પ્રયાસોને સ્વીકાર્યા હતા, પરંતુ ભારપૂર્વક જણાવ્યું હતું કે આ પ્રયાસોને નિષ્ફળ કરવામાં આવ્યા હતા. ફડણવીસે પેપર લીકની વાર્તાને પણ ખોટી ગણાવી હતી.

maharashtra news devendra fadnavis eknath shinde maharashtra jobs and career jobs career and jobs government jobs