દેવેન્દ્ર ફડણવીસ-અજિત પવારના હેલિકૉપ્ટર સાથે બની મોટી દુર્ઘટના, માંડ માંડ બચ્યા પ્રધાનોના જીવ

17 July, 2024 08:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Devendra Fadnavis and Ajit Pawar Helicoptor:

અજિત પવાર અને દેવેન્દ્ર ફડણવીસ (ફાઇલ તસવીર)

મહાયુતિ સરકાર (BJP, શિવસેના એકનાથ શિંદે જૂથ, NCP અજિત પવાર જૂથ) દ્વારા ચૂંટણી માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ તૈયારીઓ માટે રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સહિત રાજ્યના બંને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર (Devendra Fadnavis and Ajit Pawar Helicoptor) અનેક વિસ્તારોની મુલાકાત લઈ રહ્યા છે. જો કે હાલમાં નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર સાથે ગઢચિરોલીમાં જતી વખતે એક એવી ઘટના બની હતી જેમાં તેઓ માંડ માંડ બચી ગયા હતા.

મહારાષ્ટ્રના બંને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર ઉદ્યોગ પ્રધાનો ઉદય સામંત અને પાર્થ પવાર સાથે નાગપુરથી ગઢચિરોલી સુધીની હેલિકૉપ્ટર મુસાફરી દરમિયાન (Devendra Fadnavis and Ajit Pawar Helicoptor) સદનસીબે બચી ગયા હતા. આ નેતાઓની મુસાફરી દરમિયાન ખરાબ હવામાનને કારણે હેલિકૉપ્ટર વરસાદના વાદળમાં ખોવાઈ ગયું હતું. ખરાબ હવામાનને કારણે વિઝિબિલિટી પણ ખૂબ જ ઓછી થઈ હતી, પરંતુ હેલિકૉપ્ટરના પાયલોટે તેની ભારે કુશળતાથી હેલિકૉપ્ટરને લેન્ડ કરાવ્યું હતું જેને કારણે મોટી દુર્ઘટના થતાં અટકાઈ ગઈ હતી.

આ હેલિકૉપ્ટરમાં ચાર મહત્વના નેતાઓ હતા. તે સમયે હેલિકૉપ્ટર ભટકી ગયું હતું. તેઓને ગઢચિરોલીમાં ખરાબ હવામાનને કારણે અસર થઈ હતી. પરંતુ સદનસીબે તમામ સુરક્ષિત છે. કહેવાય છે કે આ વખતે પાયલોટે પોતાનું કૌશલ્ય બતાવી હેલિકૉપ્ટરને (Devendra Fadnavis and Ajit Pawar Helicoptor) સુરક્ષિત રીતે લેન્ડ કર્યું હતું. નાયબ પ્રધાનો સાથે બનેલી આ ઘટના બાબતે અજિત પવારે માહિતી આપી હતી. અજિત પવારે આ ભયાવહ ઘટના બાબતે માહિતી આપતા કહ્યું કે હેલિકૉપ્ટરે સારી ટેક ઑફ કર્યું હતું, પરંતુ થોડા સમય બાદ તે વાદળોમાં ખોવાઈ ગયું હતું. આ સમયે દેવેન્દ્ર ફડણવીસ શાંતિથી વાતચીત કરી રહ્યા હતા. સદનસીબે, પાઇલટે કુશળતા બતાવી અને હેલિકૉપ્ટરને લેન્ડ કર્યું. જે બાદ બંને નાયબ મુખ્યમંત્રી ગઢચિરોલીના કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.

અજિત પવારે કહ્યું કે શરૂઆતમાં સારું લાગ્યું, પરંતુ અહીં-ત્યાં વાદળો છવાયેલા હતા. મેં ફડણવીસને બહાર જોવા કહ્યું. પરંતુ, તેમણે ચિંતા ન કરવાનું કહ્યું. ફડણવીસે મને કહ્યું કે અત્યાર સુધીમાં મારી સાથે આવા છ અકસ્માતો થયા છે. આવા અકસ્માતમાં (Devendra Fadnavis and Ajit Pawar Helicoptor) મને કંઈ થયું નથી. તો તને પણ કંઈ થશે નહીં. તમે શાંત રહો. હું ચિંતામાં હત, પરંતુ ફડણવીસ એકદમ સ્ટ્રેસફ્રી હતા. પાછળના પુણ્ય હશે. તેથી જ તેઓ અહીં સુધી પહોંચ્યા છે. ઉદય સામંત પણ અમારી સાથે હતા. જ્યારે અમને જમીન દેખાવા લાગી ત્યારે મારો જીવ આવ્યો. અજિત પવારે ગઢચિરોલીમાં એક કાર્યક્રમને સંબોધતી વખતે આ વાત કહી હતી. મહારાષ્ટ્રમાં આગામી થોડા મહિનામાં વિધાન સભાની ચૂંટણી થવાની છે.

devendra fadnavis ajit pawar maharashtra news maharashtra nagpur gadchiroli mumbai news