મુંબઈથી ફાલના જતી મહિલાની ટ્રેનમાં થઈ ડિલીવરી, વેસ્ટર્ન રેલવેએ શૅર કર્યું ટ્વીટ

22 February, 2023 07:00 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ઑન બૉર્ડ ટીટીઈએ તરત આની માહિતી સૂરત સ્ટેશનના અધિકારીને આપવામાં આવી. સૂચના મળ્યા બાદ મહિલા પ્રવાસીની મદદથી સુરક્ષિત ડિલીવરી કરાવવામાં આવી.

તસવીર સૌજન્ય વેસ્ટર્ન રેલવે ટ્વિટર અકાઉન્ટ

સુર્યનગરી એક્સપ્રેસમાં 21 ફેબ્રુઆરીના મુંબઈથી ફાલના પ્રવાસ કરતી એક મહિલા યાત્રીને એકાએક પ્રસવ પીડા થઈ. જેના પછી ઑન બૉર્ડ ટીટીઈએ તરત આની માહિતી સૂરત સ્ટેશનના અધિકારીને આપવામાં આવી. સૂચના મળ્યા બાદ મહિલા પ્રવાસીની મદદથી સુરક્ષિત ડિલીવરી કરાવવામાં આવી. (Delivery of pregnant woman going from Mumbai to Falna in train)

પોતાના સ્ટેશન સૂરત પહોંચતા જ ડૉક્ટર્સની ટીમે તેને અટેન્ડ કરી અને મહિલા તેમજ નવજાત શિશુની બહેતર દેખરેખ ખાતર તેને હૉસ્પિટલ મોકલી દીધી. મા અને નવજાત શિશુ સંપૂર્ણ રીતે સ્વસ્થ છે. બન્નેને સૂરત સ્ટેશન પર ઉતારીને સ્મીમેર હૉસ્પિટલ પહોંચાડવામાં આવ્યા. મંગળવારને 12480 સૂર્યનગરી એક્સપ્રેસના કોચ એસ-3માં સીટ નંબર 7ની મહિલા પ્રવાસી પનકી દેવી બાન્દ્રાથી ફાલના જઈ રહી હતી.

ટ્રેને વાપી ક્રોસ કર્યું તો તેને પ્રસવ પીડા શરૂ થઈ ગઈ. ઑન બૉર્ડ ટીટીઈ બીઆર ગર્ગે આની સૂચના સૂરત સ્ટેશન પર સ્ટેશન અધિકારીને આપી. ટ્રેને સૂરત આવતા પહેલા જ ડિલીવરી થઈ ચૂકી હતી.

સૂરત પહોંચતા પહેલા થઈ ચૂકી હતી ડિલીવરી
સૂર્યનગરી ટ્રેન સૂરત સ્ટેશન પહોંચી તો એમ્બ્યુલેન્સ સહિત ડૉક્ટરની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ. પનકી દેવીને એમ્બ્યુલેન્સમાં સ્ટ્રેચર પર સુવડાવીને સ્મીમેર હૉસ્પિટલ મોકલવામાં આવી. 

આ પણ વાંચો : Murder: બે દિવસ પહેલા કર્યા નિકાહ, રિસેપ્શન પહેલા લીધો જીવ, પછી કર્યો આપઘાત

ફાલના (Falna) રાજસ્થાનના પાલી જિલ્લાના બાલી તહેસીલમાં સ્થિત એક નગર છે. આ શહેર મીઠડી નદીના કિનારે વસેલું છે.

Mumbai mumbai news surat rajasthan western railway indian railways