08 June, 2023 08:00 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ (IGI) એરપોર્ટ પર એક પેસેન્જરે કહ્યું કે, તેણીએ સાથી પ્રવાસીને તેની બેગમાં બોમ્બ વિશે બોલતા સાંભળ્યા બાદ દિલ્હીથી મુંબઈ જતી વિસ્તારા એરલાઈન્સની ફ્લાઈટમાં (Delhi-Mumbai flight delayed) મોડી પડી હતી. સત્તાવાર સૂત્રોએ ગુરુવારે જણાવ્યું હતું કે, બાદમાં આ દાવાને ખોટો જાહેર કરવામાં આવ્યો હતો. બોમ્બની ખોટી ધમકીની ઘટનાને કારણે ફ્લાઇટ લગભગ બે કલાક મોડી પડી હતી.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, “બુધવારે સાંજે 6.10 વાગ્યાની આસપાસ IGI એરપોર્ટ પર બહુવિધ સુરક્ષા, ગુપ્તચર, એરપોર્ટ ઓપરેશન્સ અને એવિએશન એજન્સીઓની એક નિયુક્ત કમિટી બોલાવવામાં આવી હતી, જેથી ફ્લાઇટ નંબર UK-941 (દિલ્હીથી મુંબઈ), જે 4.55 વાગ્યે પ્રસ્થાન કરવાની હતી તેના માટે અહેવાલ કરાયેલા આ દાવાની ખાતરી કરી શકાય.”
સૂત્રોએ જણાવ્યું હતું કે, “મુસાફરે એરલાઇન ક્રૂને જાણ કરી હતી કે તેણીએ એક પુરુષ મુસાફરને ફોન પર કોઈને કહેતા સાંભળ્યા હતા કે CISF મારી બેગમાં રહેલા બોમ્બને શોધી શક્યું નથી.” CISF ભારતમાં 66 સિવિલ એરપોર્ટ પર આતંકવાદ વિરોધી ખતરો પૂરો પાડવાના ભાગરૂપે હવાઈ મુસાફરો અને તેમના કેબિન સામાનની તપાસ હાથ ધરે છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, “તત્કાલ ગ્રાઉન્ડ સિક્યોરિટી અને સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (CISF)ના કર્મચારીઓને જાણ કરવામાં આવી હતી, જેના પગલે મુંબઈ જતી ફ્લાઈટનું ટેકઑફ મોડું થયું હતું અને ટર્મિનલ વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને તપાસ કરવામાં આવી હતી. ઉપરાંત એકંદર સામાન ચેકિંગ ઉપકરણ પણ ‘ચેતવણી’ મોડ પર મૂકવામાં આવ્યું હતું.”
6.45 વાગ્યાની આસપાસ ધમકીને ‘નોન-સ્પેસિફિક’ અથવા છેતરપિંડી તરીકે જાહેર કરવામાં આવી હતી. “163 મુસાફરો સાથે વિસ્તારાની ફ્લાઇટને મુંબઈ જવાની મંજૂરી આપવામાં આવી હતી.” એમ અધિકારીએ જાણવું હતું.
બોમ્બ ચેટનો આરોપ લગાવનાર મુસાફર અને ફરિયાદીને દિલ્હી પોલીસને સોંપવામાં આવ્યા હતા. પુરુષ મુસાફર (આરોપી) પર બાદમાં ભારતીય દંડ સંહિતાની કલમ 341 (ખોટો ભય ફેલાવવા માટે સજા) અને 268 (જાહેર ઉપદ્રવ) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
આ પણ વાંચો: મુંબઈ એરપોર્ટ પર મહિલાએ બેગમાં બોમ્બ હોવાનો દાવો કરતાં મચી ગઈ ચકચાર
ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આવી જ એક ઘટના ૩૧ મેના રોજ બની હતી. બુધવારે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ (Chhatrapati Shivaji Maharaj International Airport) પર એક મહિલા મુસાફરે દાવો કર્યો હતો કે તે તેના સામાનમાં બોમ્બ લઈ રહી છે. મહિલાના આ દાવાને કારણે સમગ્ર એરપોર્ટ પર વાતાવરણ તંગ બન્યું હતું અને મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. આ મુંબઈ (Mumbai)થી કોલકાતા (Kolkata) જતી મહિલા મુસાફરને તેના સામાન માટે વધારાના પૈસા આપવાનું કહેવામાં આવ્યું ત્યારે આ ઘટના બની હતી.