વિદેશી ટ્રાવેલ કંપનીઓમાં આપણો ડેટા સેફ નથી

04 April, 2024 07:35 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આવો આક્ષેપ કરીને BJPના નેતાએ દિલ્હી હાઈ કોર્ટમાં યાચિકા દાખલ કરી, પણ તેમને સરકાર પાસે જવાનું કહેવાયું

પ્રતીકાત્મક તસવીર

વિદેશી ટ્રાવેલ કંપનીઓ ભારતીય પ્રવાસીઓનું બુકિંગ કરતી વખતે તેમનાં બૅન્ક-અકઉન્ટ, ફોન-નંબર, આધાર કાર્ડ વગેરે સહિતની ડીટેલ્સ મેળવતી હોય છે. મેક માય ટ્રિપ, ગોઆઇબિબો, સ્કાયસ્કૅનર જેવી કંપનીઓ પાસે એકત્ર થયેલા ભારતીયોના ડેટાનો દુરુપયોગ થાય નહીં એ માટે કેન્દ્ર સરકારને નિર્દેશ આપવા માટે દિલ્હીની હાઈ કોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા અશ્વિનીકુમાર ઉપાધ્યાય દ્વારા કરવામાં આવેલી આ અરજીને દિલ્હી હાઈ કોર્ટે ફગાવી દીધી હતી. કોર્ટે તેમને આ મુદ્દે સરકારનો સંપર્ક કરવા જણાવ્યું હતું. કોર્ટે નોંધ્યું હતું કે અરજદારે સરકારને ફરિયાદ કર્યા વિના સીધો કોર્ટનો સંપર્ક કર્યો હતો જે ઠીક નથી. ઉપાધ્યાયનું કહેવું હતું કે આ કંપનીઓ માત્ર સામાન્ય લોકોની જ નહીં પણ સાંસદ, ધારાસભ્યો, મંત્રીઓ, ન્યાયાધીશો, સંરક્ષણ વિભાગના અધિકારીઓ તથા તેમના પરિવારજનોની અંગત માહિતી એકત્ર કરે છે; આ ડેટાનો દુરુપયોગ થાય નહીં એ માટે કેન્દ્ર સરકારે કંપનીઓ પાસેથી ખાતરી મેળવવી જોઈએ. ઉપાધ્યાયનો મુદ્દો સાચો હતો, પણ આ માટે હવે તેમણે સરકાર પાસે જવું પડશે.

mumbai news supreme court bharatiya janata party delhi high court