27 December, 2015 04:31 AM IST |
એણે લોકાને આહ્વાન કર્યું છે કે તમારા પ્રસંગોમાં ખાવાનું વધે તો અમને ફોન કરો, અમે તમારે ત્યાંથી ખાવાનું કલેક્ટ કરીને તમારા જ વિસ્તારમાં ઝૂંપડપટ્ટીવાળા અને ગરીબ લોકોમાં કોઈ પણ જાતનો ચાર્જ લીધા વગર એ પહોંચાડીશું. આ વિશે સુભાષ તળેકર કહે છે, ‘આમાં અમારો કોઈ સ્વાર્થ નથી. અમને એક રૂપિયાનો ફાયદો થવાનો નથી, પણ એમાં અમારો સમય ચોક્કસ જશે. જોકે સમાજનો ભાગ હોવાના નાતે અમારી પણ સમાજ માટે અમુક જવાબદારીઓ છે. એ જવાબદારીને નિભાવવા માટે આ કાર્ય અમે ઉપાડ્યું છે. ઔરંગાબાદમાં આ પ્રકારે વધેલા ખોરાકનો સદુપયોગ કરવાની પદ્ધતિ સફળ નીવડી છે તો આપણે ત્યાં પણ એ શક્ય છે. તમે મુખ્ય સેન્ટર પર ફોન કરશો એટલે તમારું સરનામું જે-તે એરિયાના ડબ્બાવાળાને પહોંચતું કરવામાં આવશે. તમારા ફૂડની ક્વૉન્ટિટી પ્રમાણે એ ડબ્બાવાળો સાઇકલ કે રિક્ષા લઈને તમારે ત્યાંથી ખાવાનું લઈને જે-તે એરિયાના ગરીબ વિસ્તારોમાં જઈને આપી આવશે એ રીતે અત્યારે અમારો પ્લાન છે. આગળ સુવિધાજનક બને એ માટે એમાં જરૂરી ફેરફાર અમે કરતા જઈશું.’